Gujarat Local Body Results Live Updates: રાપર નગરપાલિકામાં ભાજપનો કબજો, પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકા ભાજપે જીતી
16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું

Background
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. નોંધનીય છે કે 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને ત્રણ 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે. ચોરવાડ પાલિકામાં રેકોર્ડ બ્રેક 76 ટકા મતદાન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં નીરસતા જોવા મળી હતી. અંદાજે 40 ટકાથી વધુ મતદાન થયું હતું.
જીતેલા ઉમેદવારોના વિજય સરઘસ પર પથ્થરમારો
જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોનું સરઘસ નિકળ્યું હતું. ચિતાખાના પાસે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નિકળ્યું હતું. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિજય સરઘસમાં ઘર્ષણ થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એકથી બે લોકોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.