GST On Online Food: 1 જાન્યુઆરીથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ થશે, 5% GST ભરવો પડશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો પડશે બોજ!
GST કાઉન્સિલના ફૂડ ડિલિવરી એપ પરથી 5% GST વસૂલવાના નિર્ણયને કારણે શું ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ મોંઘું થશે? આ પ્રશ્નનો જવાબ 'ના' છે.
GST Update From 1st January 2022: નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી, 2022થી Zomato અને Swiggy ફૂડ ડિલિવરી એપ પરથી 5 ટકા GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વસૂલવામાં આવશે. સપ્ટેમ્બરમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફૂડ ડિલિવરી એપ પરથી મનપસંદ ફૂડનો ઓર્ડર આપનારા લોકોના મનમાં સવાલ ઉઠતો જ હશે કે Zomato Swiggyને જે 5 ટકા GST ચૂકવવો પડે છે, હવે આ કંપનીઓ તેમના ગ્રાહકો પાસેથી આ રકમ વસૂલ કરશે. આવી સ્થિતિમાં, શું ફૂડ ડિલિવરી ઓનલાઈન ઓર્ડર કરવી મોંઘી થઈ શકે છે? જે લોકો એપ દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરે છે તેમના મનમાં આ સવાલો ઘૂમી રહ્યા છે.
શું ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે?
GST કાઉન્સિલના ફૂડ ડિલિવરી એપ પરથી 5% GST વસૂલવાના નિર્ણયને કારણે શું ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ મોંઘું થશે? આ પ્રશ્નનો જવાબ 'ના' છે. ઓનલાઈન એપ પર ફૂડ ઓર્ડર કરવું મોંઘું નહીં પડે. તે એટલા માટે કારણ કે જ્યારે પણ તમે Zomato Swiggy પર ફૂડ ઓર્ડર કરતા હતા, ત્યારે આ કંપનીઓ ફૂડ બિલની સાથે એડવાન્સમાં તમારી પાસેથી GST વસૂલતી હતી. પરંતુ Zomato અથવા Swiggyએ સરકારને GST ચૂકવ્યો નથી. તેના બદલે, આ એપ દ્વારા, તમે જે રેસ્ટોરન્ટમાંથી ફૂડ મંગાવતા હતા, Zomato અથવા Swiggy જેવી કંપનીઓ તે રેસ્ટોરન્ટ્સને GST રકમનો એક ભાગ આપતી હતી અને આ રેસ્ટોરાં સરકારને GST ચૂકવતી હતી. પરંતુ હવે ફૂડ એગ્રીગેટર કંપનીઓ સીધી રીતે GST જમા કરશે.
ફૂડ એપ કંપનીઓ GST ભરશે
GST કાઉન્સિલે નિર્ણય લીધો હતો કે ફૂડ એપ એગ્રીગેટર્સ રેસ્ટોરન્ટને ઓર્ડર કરેલા ફૂડ પર GST રકમનો ભાગ નહીં આપે, પરંતુ તેઓ પોતે GSTની રકમના 5 ટકા સરકારને ચૂકવશે. જો કે, Zomato Swiggy જેવી એપ્સ, જે રેસ્ટોરાંમાંથી ફૂડ ડિલિવરીના બદલામાં કમિશન વસૂલે છે, આ સેવા માટે ફૂડ એપ્સે સરકારને અલગથી 18 ટકા GST ચૂકવવો પડશે.
આ નવો કર નથી
આ નિર્ણય વિશે માહિતી આપતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જ્યાં ભોજનની ડિલિવરી થશે ત્યાંથી GST લેવામાં આવશે અને આ એપ GST જમા કરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કોઈ નવો ટેક્સ નથી. GSTના દાયરામાં ફૂડ ડિલિવરી એપ્સ લાવવાનું સ્વાગત કરતાં, કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે ફૂડ ડિલિવરી ઍપને GSTના દાયરામાં લાવવાથી GSTની ચોરી અટકાવવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે ફૂડ ડિલિવરી એ એક સેવા છે અને તેથી તેને GSTના દાયરામાં લાવવાનો નિર્ણય સંપૂર્ણપણે સાચો છે. જો કે, તમારે GST કાઉન્સિલના આ નિર્ણયથી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ન તો ખાદ્યપદાર્થોનું બિલ મોંઘું થશે અને ન તો GSTનો બોજ તમારા ખિસ્સા પર પડશે.