શોધખોળ કરો

Paytm Share Crashes: RBI ની કાર્યવાહી પછી, સતત બીજા દિવસે Paytm ના સ્ટોકમાં કડાકો, શેર IPO પ્રાઈસ કરતા 70% થી વધુ ગબડ્યો

શુક્રવારે સ્ટોક એક્સચેન્જો બંધ થયા પછી, આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો.

Paytm Share Crashes: Paytmના શેરમાં ઘટાડો ચાલુ છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે પેટીએમનો સ્ટોક 8 ટકાથી વધુ ઘટીન રૂ. 616 પર આવી ગયો હતો. સોમવારે પેટીએમનો સ્ટોક 13 ટકા ઘટ્યો હતો. Paytmના શેરનું માર્કેટ કેપિટેશન રૂ. 50,000 કરોડ ઘટીને 40,000 કરોડની નજીક પહોંચી ગયું છે. હાલમાં Paytm 6.42 ટકાના ઘટાડા સાથે રૂ. 631 પર ટ્રેડ કરી રહ્યું છે.

Paytm ની સ્પષ્ટતા પણ કામ ન કરી

સોમવારે, Paytm પેમેન્ટ્સ બેંકે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ચીનની કંપનીઓના ડેટા લીક થવાને કારણે નવા ગ્રાહકો ઉમેરવા પર આરબીઆઈનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે તે રિઝર્વ બેન્કના સ્થાનિક સ્તરના ડેટા સ્ટોરેજ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે અને તેનો તમામ ડેટા દેશમાં ઉપલબ્ધ છે. કંપનીની સ્પષ્ટતા છતાં Paytm ના સ્ટોકમાં કડાકો યથાવત છે.

RBIની કાર્યવાહી બાદ Paytm માં કડાકો

વાસ્તવમાં, શુક્રવારે સ્ટોક એક્સચેન્જો બંધ થયા પછી, આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો, જેના પછી પેટીએમનો સ્ટોકમાં મોટો કડાકો બોલી ગયો હતો. RBI એ આદેશ આપ્યો છે કે Paytm Payments Bank Limited હવે IT ઑડિટર્સના રિપોર્ટની સમીક્ષા કર્યા પછી RBI પાસેથી પરવાનગી મેળવ્યા પછી જ નવા ગ્રાહકો ઉમેરી શકશે.

ક્યાં સુધી paytm ઘટશે

સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગથી Paytmના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. પેટીએમના સ્ટોકનું સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું ત્યારથી તેનું મૂલ્યાંકન 71 ટકાથી વધુ ઘટી ગયું છે. મંગળવારે શેર રૂ.616ની નીચી સપાટીએ આવી ગયો છે. તમને જણાવી દઈએ કે Paytm એ તેનો IPO 2150 રૂપિયા પ્રતિ શેરના દરે જારી કર્યો હતો. IPOના ભાવને કારણે રોકાણકારોને શેર દીઠ રૂ. 1500થી વધુનું નુકસાન થઈ રહ્યું છે.

માર્કેટ કેપિટલાઇઝેશનમાં મોટો ઘટાડો

Paytm જ્યારે IPO સાથે બહાર આવ્યું ત્યારે તેનું માર્કેટ કેપિટેશન રૂ. 1,39,000 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 41,000 કરોડ થઈ ગયું છે. એટલે કે માર્કેટ કેપિટેશનમાં રૂ. 98,000 કરોડનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે Paytm IPO ઇતિહાસમાં 18,800 કરોડ રૂપિયાનો સૌથી મોટો IPO લાવ્યો હતો.

ડિસ્ક્લેમર: (અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને ક્યારેય પણ નાણાંનું રોકાણ કરવાની સલાહ અહીંથી આપવામાં નથી આવતી.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Visavadar By Poll 2025 :  વિસાવદર પેટાચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાRajkumar Jaat Case: રાજકુમારને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ, ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસોSurat Crime: ઉધનામાં વ્યાજખોર સંદિપ પાટીલની કરાઈ ધરપકડ, રૂપિયાની માંગ કરી આપતો હતો ત્રાસBanaskantha: વાસણ ગામે દીપડાનો આંતક, બે લોકો પર કર્યો જીવલેણ હુમલો Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
Embed widget