શોધખોળ કરો
Advertisement
Paytm યૂઝર્સને લાગશે મોટો ઝાટકો, 10,000થી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવા ભારે પડશે
કંપનીએ આ નિર્ણય આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર થતા ખર્ચને બચાવવા માટે કર્યો છે.
નવી દિલ્હીઃ નવા વર્ષે પેટીએમ યૂજર્સને ક્રેડિટ કાર્ડથી ઈ વોલેટમાં રૂપિયા લોડ કરવાનું મોંઘું પડી શકે છે. પેટીએમ યઝર્સ જો પોતાના ઈ-વોલેટમાં ક્રેડિટ કાર્ડતી એક મહિનામાં 10 હજાર રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરશે તો તેને 2 ટકાના દરે ચાર્જ ચૂકવવો પડશે. કંપનીએ નવી પોલિસીમાં આ જાણકારી આપી છે.
જોકે, ડેબિટ કાર્ડ અથવા યૂનિફાઈ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યૂપીઆઈ)થી વોલેટ ટોપ અપ કરવા પર કોઈ ચાર્જ નહીં લાગે. આ મામલે જાણકારી રાખનાર લોકોનું કહેવું છે કે, કંપનીએ આ નિર્ણય આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર થતા ખર્ચને બચાવવા માટે કર્યો છે.
પેટીએમે ટ્વીટ કરીને કહ્યું, જો ક્રેડિટ કાર્ડના માધ્યમથી નાખવામાં આવેલી કુલ રકમ 10,000 રૂપિયાથી વધુ હોય છે તો ટ્રાન્ઝેક્શનની કુલ રકમ પર 1.75%+GST આપવો પડશે.
ઉલ્લેખનીય છે કે, આવું પહેલી વાર નથી બન્યું જ્યારે પેટીએમએ આ પ્રકારનું પગલુ ભર્યું હોય. એક વર્ષ પહેલા આ પ્રકારનો ચાર્જ લગાવવા પર વિચાર કર્યો હતો, પરંતુ તેને લાગૂ કરી શકાયો નહોતો. હવે તે જોવું મહત્વનું રહેશે કે આ ફેરફાર પર યૂઝર ક્યા પ્રકારની પ્રતિક્રિયા આપે છે. કારણ કે ઘણા યૂઝર્સ ટેક્સી ભાડા કે અન્ય ચુકવણી માટે પોતાના પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરે છે. પરંતુ પેટીએમ દ્વારા નવી ટોપ-અપ ફ્રીથી તેના યુઝર્સ પર વધારાનો બોજ આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion