શોધખોળ કરો
ગુજરાતમાં પેટ્રોલ લિટરે 80 રૂપિયાને પાર, જાણો ક્યા શહેરમાં કેટલો ભાવ? ડીઝલના ભાવ પણ ક્યાં પહોંચ્યા?
ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયા છે જ્યારે ડીઝલના ભાવ 80 રૂપિયાનીનજીક છે

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોના કારણે પ્રજા પરેશાન છે ત્યારે ગુજરાતમાં પણ આ ભવાવધારાનો માર પડી રહ્યો છે. ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયા છે જ્યારે ડીઝલના ભાવ 80 રૂપિયાનીનજીક છે. અમદાવાદમાં શનિવારે પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે રૂપિયા 80ને પાર થઇને રૂપિયા 80.40 જ્યારે ડીઝલની કિંમત રૂ. 78.81 થઇ ગઇ હતી. . આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલમાં સતત થઇ રહેલા ભાવ વધારાને કારણે દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં છેલ્લા 10 દિવસથી સતત વધારો થઇ રહ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણેઅમદાવાદમાં 4 ડિસેમ્બરની સરખામણીએ આજે પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં 6 મહિના અગાઉ જુલાઇમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે રૂપિયા 77.87 હતી. 5 ડિસેમ્બરના સાંજે પેટ્રોલની કિંમત રાજકોટમાં રૂપિયા 80.65, સુરતમાં રૂપિયા 80.60 જ્યારે વડોદરામાં રૂપિયા 80.15 છે.
વધુ વાંચો




















