પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝથી સરકારને બમ્પર કમાણી, એક જ વર્ષમાં ત્રણ ટ્રિલિયન રૂપિયાથી વધારેની આવક થઈ
આ માહિતી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન રામેશ્વર તેલીએ એક લેખિત પ્રશ્નમાં જવાબ આપ્યો હતો.
31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીને કારણે ભારત સરકારને 3.35 લાખ કરોડની આવક થઈ હોવાનું લોકસભામાં જણાવવામાં આવ્યું છે. ભારત સરકારની પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુમાં 88 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020-21માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 32.9 રૂપિયા અને ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટી 31.8 રૂપિયા કરાઈ છે.
નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલ પરની એક્સાઈઝ ટ્યુટી 19.98 રૂપિયાથી વધારીને 32.90 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 15.83 રૂપિયાથી વધારીને 31.80 રૂપિયા કરી દેવાઈ છે આ માહિતી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન રામેશ્વર તેલીએ એક લેખિત પ્રશ્નમાં જવાબ આપ્યો હતો.
એક્સાઈઝ ડ્યુટીમાં કરાયેલા વધારાને લીધે નાણાકીય વર્ષ 2020-21માં કેંદ્ર સરકારની પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીની આવક વધીને 3.35 લાખ કરોડ રૂપિયા રહી છે.
આ વર્ષે 63 વખત વધ્યા પેટ્રોલના ભાવ
આજે લોકસભામાં પેટ્રોલિયમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ લેખિત જવાબ અનુસાર આ વર્ષે 63 વખત પેટ્રોલના ભાવ વધ્યા છે જ્યેર માત્ર 4 વખત ભાવ ઘટ્યા છે. આ આંકડા 1 જાન્યુઆરીથી 9 જુલાઈ સુધીના છે. જ્યારે ડિઝલની વાત કરીએ તો ડિઝલમાં 61 દિવસ ભાવ વધારો કરવામાં આવ્યો હતો જ્યારે માત્ર 4 દિવસ ભાવ ઘટ્યા હતા.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટરો