શોધખોળ કરો

આવતા અઠવાડિયે દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ, 2014 પછી ક્રુડ ઓઈલની કિંમત ઓલટાઈમ હાઈ

Petrol Deasel Price Hike : રશિયા તરફથી તેલના પુરવઠામાં વિક્ષેપ આવવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ 2014 પછી પ્રથમ વખત બેરલ દીઠ $110ને સ્પર્શી ગયા છે.

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવતા અઠવાડિયે સમાપ્ત થઈ રહી છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 100 ડોલરને વટાવી ગયા છે. આ કારણે ઓઈલ કંપનીઓએ સામાન્ય માર્જિન હાંસલ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાની જરૂર છે.

રશિયા તરફથી તેલના પુરવઠામાં વિક્ષેપ આવવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ 2014 પછી પ્રથમ વખત પ્રતિ બેરલ 110 ડોલર સુધી પહોંચી ગયા છે. પેટ્રોલિયમ મંત્રાલય હેઠળના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) અનુસાર, 1 માર્ચે ભારત જે ક્રૂડ ઓઈલ ખરીદે છે તેની કિંમત બેરલ દીઠ 102 ડોલરને વટાવી ગઈ હતી. ઈંધણની આ કિંમત ઓગસ્ટ 2014 પછી સૌથી વધુ છે.

ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં, જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર લગામ લગાવવામાં આવી હતી, ત્યારે સરેરાશ ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 81.5 ડોલર હતી. બ્રોકરેજ કંપની જે.પી. મોર્ગને એક અહેવાલમાં જણાવ્યું હતું કે, “રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવતા સપ્તાહ સુધીમાં પૂરી થઈ જશે. અનુમાન છે કે આ પછી ઇંધણના દરો દૈનિક ધોરણે વધી શકે છે."

ઉત્તર પ્રદેશમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે થશે અને ઉત્તર પ્રદેશ સહિત તમામ પાંચ રાજ્યોની મતગણતરી 10 માર્ચે થશે. સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર 5.7 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય માર્કેટિંગ નફો હાંસલ કરવા માટે છૂટક ભાવમાં 9 રૂપિયા પ્રતિ લિટર અથવા 10 ટકાનો વધારો કરવાની જરૂર છે. સતત 118 દિવસથી સ્થાનિક સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget