શોધખોળ કરો

Petrol Diesel Price: સતત પાંચમા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો, જાણો શું છે તમારા શહેરનો ભાવ

મુંબઈમાં પેટ્રોલની કિંમત ટૂંક સમયમાં સદીથી ફટકારી શકે છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 90 રૂપિયાને વટાવી ગયું છે.

નવી દિલ્હીઃ સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત મળે તેમ લાગતું નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે, જ્યારે અન્ય શહેરોમાં પણ કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 90 રૂપિયાને વટાવી ગયું છે. મુંબઇની વાત કરીએ તો પેટ્રોલ લીટર દીઠ 95 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ટૂંક સમયમાં સદીથી ફટકારી શકે છે. મુંબઈમાં પેટ્રોલ 94.93 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.96 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં પેટ્રોલ 89.73 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.96 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઈમાં પેટ્રોલ 90.70 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 83.52 રૂપિયા પ્રતિ લિટર, બેંગ્લુરુમાં પેટ્રોલ 91.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 83.47 રૂપિયા પ્રતિ લિટર, હૈદરાબાદમાં પેટ્રોલ 91.96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 85.89 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં પેટ્રોલ 90.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 83.95 રૂપિયા પ્રતિ લિટર, જયપુરમાં પેટ્રોલ 94.86 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.04 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં પેટ્રોલ 87.22 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 79.11 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 85.56 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 84.62 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 85.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.59 રૂપિયા પ્રતિ લિટર, સુરતમાં પેટ્રોલનો ભાવ 85.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.89 રૂપિયા પ્રતિ લિટર, વડોદરામાં પેટ્રોલનો ભાવ 85.73 રૂપિયા  અને 83.85 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે. પેટ્રોલના વધતા ભાવને લઈ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અજય બંસલે કહ્યું, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાનું મુખ્ય કારણ જીએસટી છે. કેન્દ્ર અને રાજ્ય બંને દ્વારા તે ઉઘરાવવામાં આવે છે. જે આશરે 70 ટકા જેટલો થાય છે. જો જીએસટીને સર્વોચ્ચ ટેક્સ સ્લેબ 28 ટકામાં રાખવામાં આવે તો પેટ્રોલની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા જેટલો વધારો થયો છે. દરમિયાન, વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 60 ડોલરને  વટાવી ગઈ છે, જે પાછલા વર્ષમાં સૌથી વધુ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે પેટ્રોલિંયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય વેપારમા ક્રૂડ ઓઇલનો ભાવ 61 ડોલરને પાર થયો હોવાથી ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી રહી છે. ભાવ સર્વોચ્ય સપાટીએ હોવાનો પ્રચાર કરવો યોગ્ય નથી. હાલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો કોઈ વિચાર નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget