Petrol Diesel Rate Today: આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલો થયો ભાવ
અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.47 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.76 રૂપિયા પર પહોંચી છે.
Petrol Diesel Price Hike: દેશના લોકો ઈંધણના મોરચે સતત મોંઘવારીનો આંચકો અનુભવી રહ્યા છે. આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે ભલે આંતરરાષ્ટ્રીય મોરચે કાચા તેલની કિંમતો સસ્તી થઈ ગઈ હોય, પરંતુ દેશમાં સ્થાનિક મોરચે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ ગયા છે.
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો
રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે, ત્યારબાદ પેટ્રોલની કિંમત 103.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 95.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો
મુંબઈમાં પેટ્રોલની કિંમત 118.83 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત પણ ઘટીને 103.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ
રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના નવા ભાવ વધારાની કિંમત પર નજર કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.47 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.76 રૂપિયા પર પહોંચી છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.13 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા પર પહોંચી ગઈ છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.23 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.54 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.68 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.97 રૂપિયા પર પહોંચી છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103.41 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.70 રૂપિયા પર પહોંચી છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.12 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 98.43 રૂપિયા પર પહોંચી છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 103. 34 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 97.66 રૂપિયા પર પહોંચી છે.
ભાવનગરમાં સૌથી વધુ પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.14 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 99.44 રૂપિયા પર પહોંચી છે.
Price of petrol & diesel in Delhi at Rs 103.81 per litre & Rs 95.07 per litre respectively today (increased by 40 paise)
— ANI (@ANI) April 4, 2022
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 118.83 (increased by 84 paise) & Rs 103.07 (increased by 43 paise). pic.twitter.com/yv6q7yHUWq
14 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 વખત વધારો થયો છે
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત 14 દિવસમાં 12 વખત વધી છે અને એકંદરે તે 8.40 રૂપિયા પ્રતિ લીટર મોંઘી થઈ ગઈ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત વધવા પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. જો કે આજે ક્રૂડ ઓઈલ થોડું સસ્તું થઈ ગયું છે, પરંતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલના દરમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા જંગી વધારા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે.