શોધખોળ કરો
Advertisement
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, સતત બીજા દિવસે ભાવ વધ્યા, ગુજરાતમાં પેટ્રોલ 81.50ને પાર
માર્ચ બાદ પ્રથમ વખત સપ્ટેમ્બરમાં ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 82 દિવસ સુધી કિંમતમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
એક મહિના બાદ સરકારી માલીકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ વધારો કરતા પેટ્રોલની કિંમત ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ. ઓઈલ કંપનીઓએ જાહેર કરેલા પ્રાઈઝ નોટિફિકેશન અનુસાર આજે પેટ્રોલ પ્રતિ લીટરે 26 પૈસા જ્યારે ડિઝલની કિંમતમાં પ્રતિ લીટરે 25 પૈસાનો વધારો થયો છે. જ્યારે વેટના દરોના ફેરફાર હોવાથી અમદાવાદમાં પેટ્રોલમાં 30 પૈસા અને ડિઝલમાં 36 પૈસાનો વધારો થયો છે. નવા ભાવ વધારાથી અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 81.65 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત પ્રતી લીટર 80.17 રૂપિયા પર પહોંચી ગઈ છે.
પેટ્રોલ, ડીઝલની કિંમતમાં આ સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો છે. 6 ડિસેમ્બર સુધી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 48 દિવસ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
તમને જણાવીએ કે માર્ચ બાદ પ્રથમ વખત સપ્ટેમ્બરમાં ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 82 દિવસ સુધી કિંમતમાં કોઈ ફેરફાર કર્યો ન હતો, કારણ કે તેમને વધારો કવામાં આવેલ રેકોર્ડ એક્સાઈઝ ડ્યૂટીને પેટ્રોલ ડીઝલની ઘટતી કિંમત સાથે એડજસ્ટ કરવાની હતી.
જોકે 20 નવેમ્બર બાદથી 7 ડિસેમ્બર સુધી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝળની કિંમતમાં 17 વખત વધારો કર્યો હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત આ 17 દિવસમાં 2.65 રૂપિયા પ્રતિ લિટર વધી ગઈ હતી. જ્યારે ડીઝલની કિંમત 3.4 રૂપિયા પ્રતિ લિટર વધી છે. પેટ્રોલ ડીઝળના આ ભાવની સપાટી સપ્ટેમ્બર 2018માં હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion