શોધખોળ કરો
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
ઇન્શ્યોરન્સ ઇન્ટરમીડિયરી ફર્મ એસેસો (ACESO)એ ALIP લોન્ચ કર્યું છે. આની મદદથી એલઆઈસીની પોલિસી સરેન્ડર કે પોલિસી લેપ્સ થવા અંગે વિચારતા પોલિસીધારકોને મોટી રાહત મળશે.
Aceso ALIP solution: ભારતીય જીવન વીમા નિગમ (LIC)માંથી વીમો લેનારા લોકો માટે રાહતભર્યા સમાચાર આવ્યા છે. ઇન્શ્યોરન્સ પોલિસી હોલ્ડર્સને સરળ સમાધાન પૂરું પાડતી સંસ્થા એસેસો (ACESO)એ ALIP લોન્ચ કર્યું છે. આ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીઓનું એસાઇનમેન્ટ છે, જેની મદદથી પોલિસી સરેન્ડર કે પોલિસી લેપ્સ થવા અંગે વિચારતા પોલિસીધારકોને મોટી રાહત મળવાની છે.
1/6

જીવન વીમા પોલિસીધારકો આ પ્લેટફોર્મની મદદથી સરળતાથી પોતાની સરેન્ડર વેલ્યુ મેળવી શકશે. જણાવી દઈએ કે એસેસો એન્ડોમેન્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત ALIP એલઆઈસી પોલિસીધારકોને મહત્તમ મૂલ્ય અને લાભ પૂરા પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
2/6

આ ઉપરાંત, ALIP સરેન્ડર વેલ્યુના વિચારથી આગળ વધીને કોઈ પોલિસીધારકનું અકસ્માતમાં મૃત્યુ થવાના કે પ્રીમિયમ લેપ્સ થવાના કિસ્સામાં તેમના નોમિનીઓને એસાઇનમેન્ટની તારીખથી લઈને મેચ્યોરિટી તારીખ સુધી વર્ષવાર લાઇફ કવરેજ લાભો આપે છે. આ બધું એક સ્વતંત્ર એસપીવી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે, જેનું સંચાલન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં નોંધાયેલી કંપની દ્વારા કરવામાં આવે છે.
Published at : 06 Jul 2024 06:49 AM (IST)
આગળ જુઓ





















