Petrol Price Today: આજે ફરી પેટ્રોલના ભાવમાં વધારો, દિલ્હીમાં પેટ્રોલ સેન્ચુરીની નજીક
દેશમાં રાજસ્થાન પછી હવે મધ્ય પ્રદેશમાં પણ ડીઝલે ૧૦૦ની સપાટી વટાવી છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 33 પૈસાનો વધારો થયો. જો કે ડીઝલના ભાવમાં વધારો થયો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતીના પગલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ નવી ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. અને મોંઘવારીનો માર સહન કરતા મધ્યમ વર્ગ અને ગરીબો પર બોજ વધારી રહ્યા છે.
દેશમાં રાજસ્થાન પછી હવે મધ્ય પ્રદેશમાં પણ ડીઝલે ૧૦૦ની સપાટી વટાવી છે. જ્યારે પેટ્રોલે ૧૦૦ની સપાટી કુદાવી હોય તેવા રાજ્યોમાં સિક્કિમનો પણ સમાવેશ થયો છે. દેશમાં બે મહિનામાં પેટ્રોલમાં ૩૪ વાર અને ડીઝલમાં ૩૩ વાર ભાવવધારો થયો છે. અને બે મહિનામાં પેટ્રોલ પ્રતિ લીટર ૯ રૂપિયા ૧૧ પૈસા અને ડીઝલ પ્રતિ લીટર ૮ રૂપિયા ૬૩ પૈસા મોંઘા થયું છે.
રાજધાની દિલ્લીમાં પેટ્રોલ ૧૦૦ની નજીક પહોંચ્યું છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૯૬ રૂપિયા 76 અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર ૯૬ રૂપિયા 26 પૈસા થયો છે. દેશમાં હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તામિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ અને લદ્દાખમાં પેટ્રોલ ૧૦૦ને પાર થયું છે.
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30 35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
2014 15 પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
2015 16 પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
2016 17 પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
2017 18 પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
2018 19 પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
2019 20 પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
2020 21 પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર