શું મોદી સરકાર તમામ વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપે છે? જાણો વાયરલ મેસેજનું સત્ય
ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. પીઆઈબીએ તેની હકીકત તપાસમાં આ દાવાઓને નકલી ગણાવ્યા છે.
PIB Fact Check: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા મફત લેપટોપ વિતરણની યોજના ચલાવવામાં આવી રહી છે. મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્રી લેપટોપ માટે તમારે ફક્ત એક લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સરકારે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ સંદેશ સાથે સંબંધિત સત્ય શેર કર્યું છે.
ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. પીઆઈબીએ તેની હકીકત તપાસમાં આ દાવાઓને નકલી ગણાવ્યા છે. પીઆઈબીએ તેના ફેક્ટ ચેક એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો કરવામાં આવી રહ્યો છે જેમાં એક લિંક સાથે યુવાનોને મફત લેપટોપ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તેને બુક કરવા માટે લિંક પર ક્લિક કરો, જેમાં વ્યક્તિગત વિગતોની માંગ કરવામાં આવી રહી છે.
પીઆઈબીએ ટ્વીટ કર્યું
પીઆઈબીએ વધુમાં જણાવ્યું હતું કે, જે લિંક અને મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે નકલી છે. વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેત રહો.
A Message with a link is circulating on social media claiming to offer free laptops for youth & to click on the provided link to book it, asking for personal details.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) January 22, 2023
🔹The circulated link & the message are #FAKE
🔹Be cautious while sharing personal information. pic.twitter.com/qs4Aguo2tl
સરકારને લગતા ભ્રામક સમાચારો વિશે અહીં ફરિયાદ કરો
સરકારને લગતા કોઈપણ ભ્રામક સમાચાર જાણવા માટે તમે PIB ફેક્ટ ચેકની મદદ પણ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ PIB ફેક્ટ ચેકને WhatsApp નંબર 918799711259 પર ભ્રામક સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા URL મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકે છે.
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.