શોધખોળ કરો
LICની આ શાનદાર સ્કીમ: એકવાર રોકાણ કરો અને જીવનભર મેળવો 12000 રૂપિયાનું પેન્શન
સિંગલ પ્રીમિયમ પ્લાન હેઠળ પતિ-પત્ની પણ ખોલાવી શકે છે સંયુક્ત ખાતું, જાણો યોજનાની તમામ વિગતો.
ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા દરેક વર્ગના લોકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. હવે LICએ એક એવી પેન્શન યોજના શરૂ કરી છે જે તમને ફક્ત એક જ વાર પૈસાનું રોકાણ કરવા પર જીવનભર પેન્શનની સુવિધા આપે છે. આ યોજનાનું નામ છે 'LIC સ્માર્ટ પેન્શન પ્લાન'. આ એક સિંગલ પ્રીમિયમ પ્લાન છે, એટલે કે તમારે ફક્ત એક જ વાર પ્રીમિયમ ભરવાનું રહેશે અને ત્યારબાદ તમને નિયમિત પેન્શન મળતું રહેશે.
1/7

LICના આ સ્માર્ટ પેન્શન પ્લાન હેઠળ સિંગલ અને જોઈન્ટ એમ બંને પ્રકારના ખાતા ખોલાવી શકાય છે. જો સંયુક્ત ખાતું હોય તો એક વ્યક્તિના મૃત્યુ પછી બીજી વ્યક્તિને જીવનભર પેન્શનનો લાભ મળતો રહે છે. આ યોજના ખાસ કરીને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. આ ઉપરાંત, આ યોજનામાં તાત્કાલિક પેન્શનની પણ જોગવાઈ છે.
2/7

આ પેન્શન યોજનાનો લાભ કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે. સ્માર્ટ પેન્શન સ્કીમ હેઠળ પોલિસી ધારકો માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકે છે. આ યોજનામાં વાર્ષિકી લાભ પણ ઉપલબ્ધ છે. પોલિસી ધારકના મૃત્યુ પછી આ યોજનાનો લાભ તેમના નોમિનીને મળે છે.
Published at : 22 Mar 2025 08:01 PM (IST)
આગળ જુઓ




















