(Source: ECI/ABP News/ABP Majha)
Fact Check: મોદી સરકાર દરેક નાગરિકને આપી રહી છે 30,628 રૂપિયા ? લિંક પર ક્લિક કરતાં પહેલા જાણી લો શું છે સચ્ચાઈ નહીંતર બેંક ખાતું થઈ જશે ખાલી
PIB Fact Check: સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજમાં એક લિંક આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે નાણા મંત્રાલય સરકારી યોજના અંતર્ગત દરેક વ્યક્તિને 30,628 રૂપિયાની સહાય આપે છે.
Fact Check: સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક હોય છે. આવી જ એક ખબર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં નાણાં મંત્રાલય દ્વારા દરેક નાગરિકને 30,628 રૂપિયા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
શું છે વાયરલ મેસેજ
સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજમાં એક લિંક આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે નાણા મંત્રાલય સરકારી યોજના અંતર્ગત દરેક વ્યક્તિને 30,628 રૂપિયાની સહાય આપે છે. જેનો લાભ લેવા માટે લિંક પર ક્લિક કરીને અરજી કરવાની વાત કરાઈ છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે દેશના નાગરિકોની આર્થિક દશાને જોત સહાયતા આપવામાં આવી રહી છે. જે અંતર્ગત તમામ નાગરિકોને આર્થિક મદદ કરાશે.
પીઆઈબી ફેક્ટ ચેકે શું કહ્યું
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, સરકાર તરફથી આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. લોકોને આવી લિંક પર ક્લિક ન કરવાની સલાહ પણ આપી છે. પીઆઈબીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજથી દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. પીઆઈબીએ લોકોને આવા મેસેજ ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. આવા સંદેશાઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવીને, તમે તમારી અંગત માહિતી અને પૈસા જોખમમાં મુકો છો.
A message with a link 'https://t.co/sn2Gms0jY9' is doing the rounds on social media and is claiming to offer a financial aid of ₹30,628 in the name of the Ministry of Finance to every citizen.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2022
▶️ This message is FAKE
▶️ No such aid is announced by @FinMinIndia pic.twitter.com/lIxBFgPqdR
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
આ પણ વાંચોઃ
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? જાણો લેટેસ્ટ અપડેટ
ટાટાની Avinya કારના નામનો શું થાય છે અર્થ ? 30 મિનિટમાં થશે ફૂલ ચાર્જ ને દોડશે 500 કિમી
Coronavirus: રાયગઢની હોસ્ટેલમાં 64 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગત