શું 151 રેલવે ટ્રેનો સાથે સ્ટેશન અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરવામાં આવશે? જાણો સરકારે શું કર્યો ખુલાસો
એક ટ્વીટ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલ્વેની 151 ટ્રેનો, રેલ્વે પ્રોપર્ટી સ્ટેશનો અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.
PIB Fact Check: ભારતીય રેલવેને લઈને સોશિયલ મીડિયા પર મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. એક ટ્વીટ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલ્વેની 151 ટ્રેનો, રેલ્વે પ્રોપર્ટી સ્ટેશનો અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ટ્વીટને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટ્વીટ બતાવવામાં આવી રહી છે. તેમાં લખ્યું છે કે રેલ્વે દર વર્ષે 12 લાખ લોકોને રોજગાર આપી રહી છે. લગભગ 2.5 કરોડ લોકોને તેની સેવાઓ મળે છે. આવી સ્થિતિમાં ખાનગીકરણને લઈને આ દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલામાં PIBની ફેક્ટ ચેક ટીમે આ ટ્વીટને નકલી ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ભ્રામક દાવો છે. ભારતીય રેલ્વે દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભારતીય રેલ્વે તેની કોઈપણ સંપત્તિનું ખાનગીકરણ કરી રહ્યું નથી. રેલવેએ આ મામલે કોઈ જાહેરાત કરી નથી. પીઆઈબીએ આ ટ્વિટ શેર કર્યું છે. આ મેસેજમાં રાહુલ ગાંધીની તસવીર રહે છે. આ મેસેજમાં અંગ્રેજીમાં લખ્યું છે કે Railways Being Sold.
પીઆઈબીના જણાવ્યા અનુસાર આ રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રીતે લોકોની અંગત વિગતો ચોરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સંદેશાઓ દ્વારા, ઘણીવાર લોકોમાં નકલી સમાચાર ફેલાવવાનો અને સરકારની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઘણી વખત આવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેના કારણે લોકોમાં ભય અને ડરનું વાતાવરણ સર્જાય છે અને સરકાર પ્રત્યે રોષ વધે છે.
एक ट्वीट में फर्जी दावा किया जा रहा है कि भारतीय रेलवे की 151 ट्रेनों, रेलवे संपत्ति, स्टेशनों और अस्पतालों का निजीकरण कर दिया गया है#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) November 13, 2022
▶️ ये दावे पूर्णतः फर्जी एवं तथ्यहीन हैं
▶️ @RailMinIndia अपनी किसी संपत्ति का निजीकरण नहीं कर रहा pic.twitter.com/KecWtIM7du
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.