શોધખોળ કરો
Advertisement
1 એપ્રિલથી બદલાઈ જશે દેશની આ ત્રણ સરકારી બેંકોના નામ અને લોગો, જાણો તમારા ખાતા અને રૂપિયાનું શું થશે?
ગ્રાહકોને હવે નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે. ગ્રાહકોને નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ય ઇશ્યૂ થઈ શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા જ બેંકોના મર્જરનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પંજાબ નેશનલ બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના મર્જરને મંજૂરી આપી દીધી, ત્યાર બાદ હવે આ ત્રણેય બેંકના મર્જર બાદ બનનારી એક બેંકનું નવું નામ અને નવો લોગોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પીએનબી, ઓબીસી, અને યૂબીઆઈ બેંકોના મર્જથી બનનારી બેંકનું નવું નામ અને લોકો હશે જેની જાહેરાત 1 એપ્રિલના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.
1 એપ્રિલના રોજ કેન્દ્ર સરકાર પીએનબી, યૂબીઆઈ અને ઓબીસી બેંકનોા મર્જરથી બનનારી બેંક માટે નવા નામની જાહેરાત કરશે. સાથે જ બેંકનો નવો લોગો પણ જારી કરવામાં આવશે. તમને જણાવીએ કે, આ ત્રણેય બેંકોના મર્જર બાદ બનનારી નવી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ દેશની બીજી સૌથી મોટી બેંક હશે. મર્જર બાદ બનનારી નવી બેંકના કુલ વેપારનું કદ 18 લાખ કરોડ રૂપિયાનું હશે.
યૂનાઇડેટ બૅંક ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યુ કે, અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય બૅંકોની જોડાણની પ્રક્રિયા યોગ્ય રીતે થાય તેમજ આ અંગે તાલમેલ બેસાડવા માટે 34 સમિતિઓ બનાવવામાં આવી છે. સમીતિઓએ આ અંગે પોતાનો રિપોર્ટ પહેલા જ સોંપી દીધો છે.
તેમણે કહ્યુ કે, મુખ્ય બેંક પીએનબીએ Ernst & Youngને સલાહકાર તરીકે નીમી છે. જે તમામ પ્રક્રિયા પર નજર રાખશે. જેમાં માનવ સંસાધન, સોફ્ટવેર, સેવા વગેરે સામેલ છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે ત્રણેય બૅંકોના જોડાણ પછી સંયુક્ત રીતે કર્મચારીઓની સંખ્યા એક લાખ પર પહોંચશે.
નવી બેંક અસ્તિત્વમાં આવતા જૂની ત્રણેય બેંકના ગ્રાહકો પર પણ તેની સીધી અસર પડવાની છે. જે અનુસાર ગ્રાહકોને હવે નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે. ગ્રાહકોને નવો IFSC કોડ મળશે જેના કારણે તેમને આ નવી વિગતો આવકવેરા વિભાગ, વીમા કંપની મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ વગેરે જગ્યાએ અપડેટ કરાવવી પડશે.
ઉપરાંત એસઆઈપી અથવા લોનના ઈએમઆઈ માટે ગ્રાહકોએ નવું ઇન્સ્ટ્રક્શન ફોર્મ ભરવું પડશે. ગ્રાહકોને નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ય ઇશ્યૂ થઈ શકે છે. બીજી બાજુ એફડી અને રિકરિંગ ડિપૉઝિટ પર મળનારા વ્યાજમાં કોઈ બદલાવ નહીં થાય. ઉપરાંત લોનના વ્યાજમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. કેટલીક શાખાઓ બંધ કરવામાં આવી શકે છે જેના કારણે ગ્રાહકોએ નવી શાખામાં જવું પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion