શોધખોળ કરો

પોસ્ટ ઓફિસની ગ્રાહકોને ભેટ! કાગળ વગર ₹50,000 જમા અને ₹20,000 ઉપાડી શકાશે, જુઓ નવો નિયમ

post office new facility: આધાર-આધારિત e-KYC ની મદદથી હવે ₹50,000 જમા અને ₹20,000 નો ઉપાડ ફોર્મ ભર્યા વિના શક્ય; 1 સપ્ટેમ્બર 2026 થી મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત બનશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પોસ્ટ ઓફિસે તમામ શાખાઓમાં આધાર-આધારિત e-KYC સુવિધા શરૂ કરી.
  • e-KYC થી ₹50,000 જમા, ₹20,000 ઉપાડ કાગળ વગર શક્ય.
  • 1 સપ્ટેમ્બર 2026 થી મોબાઈલ નંબર લિંક ફરજિયાત બનશે.

post office new facility: જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે, તો તમારા માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે. ટપાલ વિભાગે હવે દેશભરની તમામ શાખા (બ્રાન્ચ) પોસ્ટ ઓફિસોમાં આધાર-આધારિત e-KYC ની નવી સુવિધા શરૂ કરી છે. આ નવી સિસ્ટમથી પાત્ર ખાતાધારકો કોઈપણ જાતના કાગળિયા કે ફોર્મ ભર્યા વગર ₹50,000 સુધીની રકમ જમા કરાવી શકશે અને ₹20,000 સુધીનો ઉપાડ પણ સરળતાથી કરી શકશે. આ સાથે જ સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી 1 સપ્ટેમ્બર, 2026 થી ઓનલાઈન કે ડિજિટલ વ્યવહારો ચાલુ રાખવા માટે ખાતા સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત બની જશે.

કેટલી રકમની લેવડદેવડ કરી શકાશે?

અગાઉ આ સુવિધા માત્ર મોટી (વિભાગીય) પોસ્ટ ઓફિસોમાં જ મળતી હતી, પણ હવે તેને ગામડાની કે નાની બ્રાન્ચ પોસ્ટ ઓફિસો સુધી પણ વિસ્તારવામાં આવી છે. નવા નિયમ મુજબ, જેમનું e-KYC પૂરું થઈ ગયું છે તેવા ખાતાધારકો કોઈ પણ પે-ઇન સ્લિપ ભર્યા વિના ₹50,000 સુધી સીધા જમા કરાવી શકે છે. જ્યારે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA) ધરાવતા ગ્રાહકો ₹20,000 સુધીનો ઉપાડ કોઈપણ જાતના કાગળિયા વગર કરી શકશે. જો તમારે આનાથી વધુ રકમની લેવડદેવડ કરવી હોય, તો તમારે જૂની કાગળવાળી પ્રક્રિયા અને મૂળ પોસ્ટ ઓફિસની મંજૂરી લેવી પડશે.

કયા ખાતાઓને અને ક્યાં મળશે આ લાભ?

આ સુવિધાનો લાભ મુખ્યત્વે નીચે મુજબના ખાતાધારકોને મળશે:

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA)

રિકરિંગ ડિપોઝિટ (RD)

સુકન્યા સમૃદ્ધિ ખાતું (SSA)

ખાસ વાત એ છે કે, જો તમારું આધાર વેરિફિકેશન થઈ ગયું છે, તો તમે દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાંથી આ લેવડદેવડ કરી શકશો. પરંતુ, જેમણે આધાર વેરિફિકેશન નથી કરાવ્યું, તેઓ માત્ર એ જ બ્રાન્ચમાં વ્યવહાર કરી શકશે જ્યાં તેમનું ખાતું ચાલે છે. ટપાલ વિભાગના જણાવ્યા મુજબ, હાલ આ સુવિધા માત્ર 'સિંગલ' ખાતાઓ માટે જ છે; જોઈન્ટ કે સગીર (નાના બાળકોના) ખાતાઓને હજુ આમાં આવરી લેવાયા નથી.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: દર મહિને ₹3500 ના રોકાણ પર મળશે ₹2.49 લાખ, જાણો કમાણીનું ગણિત

મોબાઈલ નંબર અને આધાર લિંક કરાવવું ફરજિયાત

આ e-KYC સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકના ખાતા (CIF) સાથે આધાર અને મોબાઈલ નંબર બંને લિંક હોવા અત્યંત જરૂરી છે. ટપાલ વિભાગે સ્પષ્ટ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર, 2026 થી જે ખાતાઓમાં મોબાઈલ નંબર લિંક નહીં હોય, તેવા ગ્રાહકો DREAM એપ દ્વારા કોઈ પણ જાતનો વ્યવહાર કરી શકશે નહીં. ગ્રાહકની ડિજિટલ સંમતિ મળ્યા બાદ જ તેમનું નામ, જન્મતારીખ, સરનામું વગેરે માહિતી UIDAI ના ડેટાબેઝમાંથી મેળવીને e-KYC પૂરું કરવામાં આવશે.

માસ્ક્ડ આધારનો જ ઉપયોગ થશે

ગ્રાહકોની સુરક્ષા અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે ટપાલ વિભાગે તમામ પોસ્ટ ઓફિસોને એક કડક નિર્દેશ આપ્યો છે. ખાતા સંબંધિત તમામ દસ્તાવેજોમાં ફરજિયાતપણે 'માસ્ક્ડ આધાર' (જેમાં આધાર નંબરના શરૂઆતના આંકડા છુપાવેલા હોય) નો જ ઉપયોગ કરવાનો રહેશે, જેથી કોઈ ડેટાનો દુરુપયોગ ન કરી શકે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે 8.2% વ્યાજ, રોકાણ કરતા પહેલા જાણી લો વળતરનું ગણિત

Frequently Asked Questions

પોસ્ટ ઓફિસમાં નવી કઈ સુવિધા શરૂ થઈ છે?

ટપાલ વિભાગે દેશભરની તમામ શાખા પોસ્ટ ઓફિસોમાં આધાર-આધારિત e-KYCની નવી સુવિધા શરૂ કરી છે. આનાથી પાત્ર ખાતાધારકો કાગળિયા વગર ₹50,000 સુધી જમા અને ₹20,000 ઉપાડી શકશે.

નવી e-KYC સુવિધાથી કેટલી રકમની લેવડદેવડ કરી શકાય છે?

ખાતાધારકો કોઈ પણ પે-ઇન સ્લિપ ભર્યા વિના ₹50,000 સુધી સીધા જમા કરાવી શકે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA) ગ્રાહકો ₹20,000 સુધીનો ઉપાડ કરી શકશે.

આ નવી સુવિધાનો લાભ કયા પ્રકારના ખાતાધારકોને મળશે?

આ સુવિધાનો લાભ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ (POSA), રિકરિંગ ડિપોઝિટ (RD) અને સુકન્યા સમૃદ્ધિ ખાતા (SSA) ના સિંગલ ખાતાધારકોને મળશે.

પોસ્ટ ઓફિસમાં e-KYC માટે આધાર અને મોબાઈલ નંબર લિંક કરવા શા માટે જરૂરી છે?

e-KYC સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકના ખાતા સાથે આધાર અને મોબાઈલ નંબર બંને લિંક હોવા અત્યંત જરૂરી છે. 1 સપ્ટેમ્બર, 2026 થી મોબાઈલ નંબર લિંક ન હોય તો ડિજિટલ વ્યવહાર શક્ય નહીં બને.

ટોપ સ્ટોરી

Gold Price Today: સોનાની ફરી વધી ચમક, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Price Today: સોનાની ફરી વધી ચમક, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget