Post Office ની TD સ્કીમ પર મળી રહ્યું છે શાનદાર વ્યાજ, જાણો 100000 જમા કરશો તો 1 વર્ષ બાદ કેટલા મળશે
Post Office ની બચત યોજના નાના રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેનું કારણ એ છે કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ પર કોઈ જોખમ નથી.
Post Office ની બચત યોજના નાના રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેનું કારણ એ છે કે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ પર કોઈ જોખમ નથી કારણ કે તેની સરકાર દ્વારા ખાતરી આપવામાં આવે છે. વ્યાજ પણ બેંકો કરતા વધારે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક ઉત્તમ બચત યોજના ટાઈમ ડિપોઝિટ (TD) વિશે જણાવી રહ્યા છીએ.
આ બેંકની FD જેવી જ એક રોકાણ યોજના છે. આમાં રોકાણકારો 1 થી 5 વર્ષ સુધી તેમના નાણાંનું રોકાણ કરી શકે છે. આ બચત યોજનામાં 1 વર્ષ માટે 6.9%, 2 વર્ષ માટે 7.0%, 3 વર્ષ માટે 7.1% અને 5 વર્ષ માટે 7.5%ના દરે વ્યાજ મળે છે. તમને જણાવી એ કે જો તમે આ સ્કીમમાં રૂપિયા 1 લાખનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને કેટલા પૈસા મળશે.
1 લાખ રૂપિયા જમા કરાવવા પર તમને કેટલું વ્યાજ મળશે ?
1 વર્ષની ડિપોઝિટ માટે: તમને રૂ. 7,080 વ્યાજ મળશે; કુલ પાકતી મુદતની રકમ રૂ. 1,07,080 હશે
2 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 14,888 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 1,14,888 હશે.
3 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 23,508 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 1,23,508 હશે.
5 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 44,995 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 1,44,995 હશે.
2 લાખ રૂપિયા જમા કરાવવા પર તમને કેટલું વ્યાજ મળશે ?
1 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 14,161 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 2,14,161 હશે.
2 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 29,776નું વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 2,29,776 હશે.
3 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 47,015 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 2,47,015 હશે.
5 વર્ષની ડિપોઝિટ પર: તમને રૂ. 89,989 વ્યાજ મળશે, કુલ મેચ્યોરિટી રકમ રૂ. 2,89,989 હશે.
તમે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ અથવા મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ બંને સ્કીમાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધારે વ્યાજ મળે છે. આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે જેમાં એક તમે નિશ્ચિત સમય માટે પૈસાનું રોકાણ કરીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો.
31 ડિસેમ્બર પહેલા પાનકાર્ડ આધાર સાથે લિંક નહીં કરો તો થઈ શકે છે મોટું નુકસાન