શોધખોળ કરો

Power Shortage Likely: આ ઉનાળામાં મુશ્કેલી વધી શકે છે, એપ્રિલ મહિનામાં રાત્રે વીજ કાપનો સામનો કરવો પડી શકે છે

કોલસા, પરમાણુ અને ગેસ દ્વારા વીજ ઉત્પાદન રાત્રિના સમયે કુલ માંગના 83 ટકા વીજ પુરવઠાની ખાતરી કરશે.

Power Cut In Summer: આગામી એપ્રિલ મહિનામાં, તમે ગરમીથી પરેશાન થઈ શકો છો કારણ કે પાવર કટને કારણે તમારા એસી, કુલર અથવા પંખા રાત્રે ચાલી શકશે નહીં. માર્ચ મહિનાથી દેશમાં તાપમાન વધવા લાગ્યું છે. જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વીજળીની ભારે માંગ રહી શકે છે. પરંતુ મુશ્કેલી એ છે કે નવા કોલસા આધારિત પાવર પ્લાન્ટ ઉમેરવામાં વિલંબ અને ઓછી હાઇડ્રો પાવર ઉત્પાદન કરવાની ક્ષમતાને કારણે આ ઉનાળાની ઋતુમાં વીજળીની વધતી માંગને પહોંચી વળવામાં સમસ્યા આવી શકે છે. જેના કારણે લોકોને આકરી ગરમી વચ્ચે વીજકાપનો સામનો કરવો પડી શકે છે.

રાત્રે પાવર કટ થવાની શક્યતા!

રોઇટર્સના અહેવાલ મુજબ, દિવસ દરમિયાન સૌર ઊર્જાએ વીજળીની વધતી માંગને પહોંચી વળવામાં મદદ કરી છે. પરંતુ કોલસા આધારિત પાવર પ્લાન્ટના અભાવે અને હાઈડ્રો પાવર દ્વારા વીજળીનું ઉત્પાદન ન થવાના કારણે સોલાર પાવર ઉપલબ્ધ ન હોય ત્યારે રાત્રિના સમયે વીજ કાપની કટોકટી સર્જાઈ શકે છે. ફેડરલ ગ્રીડ રેગ્યુલેટર ગ્રીડ કંટ્રોલર ઓફ ઈન્ડિયાના આંતરિક અહેવાલ મુજબ, એપ્રિલ 2023માં બિન-સૌર સમયની પીક ડિમાન્ડની સરખામણીમાં 1.7 ટકા ઓછી વીજળી ઉપલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં રાત્રિના સમયે 217 ગીગાવોટ વીજળીની માંગ જોવા મળી શકે છે, જે ગયા વર્ષના એપ્રિલ 2022 કરતા 6.4 ટકા વધુ છે. આવી સ્થિતિમાં આ ઉનાળાની સિઝનમાં વીજળીનું સંકટ (Power Cut) જોવા મળી શકે છે.

કોલસા, પરમાણુ અને ગેસ દ્વારા વીજ ઉત્પાદન રાત્રિના સમયે કુલ માંગના 83 ટકા વીજ પુરવઠાની ખાતરી કરશે. હાઈડ્રો પાવર પ્લાન્ટ્સ બાકીની વીજળી પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. જો કે, ગ્રીડ ઈન્ડિયાએ આગાહી કરી છે કે ગયા વર્ષના એપ્રિલની સરખામણીએ આ એપ્રિલમાં હાઈડ્રો પાવર દ્વારા 18 ટકા ઓછો વીજ પુરવઠો જોવા મળશે.

પાવર પ્લાન્ટના નિર્માણમાં વિલંબ

વાસ્તવમાં, કોલ-બેસ્ટ પાવર પ્લાન્ટના નિર્માણમાં મોટી માંગ-પુરવઠાના તફાવતને કારણે વિલંબ થઈ રહ્યો છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ડેટા અનુસાર, 16.8 ગીગાવોટની ક્ષમતાવાળા 26 કોલસા આધારિત પાવર પ્લાન્ટનું નિર્માણ એક વર્ષના વિલંબ સાથે ચાલી રહ્યું છે. તો કેટલાક પાવર પ્લાન્ટ એવા છે જેનું કામ પૂર્ણ થવામાં 10 વર્ષથી વધુ સમય વિલંબિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ

DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત

US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !Hun To Bolish : હું તો બોલીશ :  હેલ્મેટને લઈને વિવાદ કેમ?Canada Accident : કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોતAhmedabad Bhadrakali Temple Prasad : 'માતાજીને સનાતન ધર્મના લોકોએ જ બનાવેલી પ્રસાદી ધરાવવી'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ  EVMમાં થશે કેદ
Local body Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
DC vs MI: છેલ્લા બોલે દિલ્હીએ મુંબઈને હરાવી નોંધાવી શાનદાર જીત
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું
વધુ એક ચૂંટણીમાં કોંગ્રેસનો થયો સફાયો, ભાજપની ઐતિહાસિક જીત તો આમ આદમી પાર્ટીએ ખોલ્યું ખાતું

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICC એ નવું ODI રેન્કિંગ લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?

ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.