હોમ લોન-કાર લોન પર પ્રોસેસિંગ ફી નહીં ચૂકવવી પડે, આ સરકારી બેંકે શરૂ કરી સેવા
Free Processing Charges: બેંક દ્વારા 16 ઓગસ્ટ થી નવેમ્બર 15, 2023 સુધી શરૂ કરવામાં આવી છે. જો તમે તમારી હોમ લોન અથવા કાર લોન અન્ય બેંક / NBFC થી ટ્રાન્સફર કરાવો છો, તો પણ તમને ડિસ્કાઉન્ટનો લાભ મળશે.
Home Loan Interest Rate: જો તમે હોમ લોન અથવા ઓટો લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. હા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન/ફોર અને ટુ-વ્હીલર લોન લેનારા નવા ગ્રાહકો માટે પ્રોસેસિંગ ફી પર 100 ટકા માફીની જાહેરાત કરી છે. બેંક દ્વારા આ સુવિધા 700 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને આપવામાં આવી રહી છે.
આ ઓફર બેંક દ્વારા 16 ઓગસ્ટ, 2023 થી 15 નવેમ્બર, 2023 સુધી શરૂ કરવામાં આવી છે. જો તમે તમારી હોમ લોન અથવા કાર લોન અન્ય બેંક / NBFC થી ટ્રાન્સફર કરાવો છો, તો પણ તમને આ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. બેંક દ્વારા આ સુવિધા એવા સમયે આપવામાં આવી છે જ્યારે RBIએ છેલ્લા દિવસોમાં રેપો રેટને 6.5 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
આ સિવાય યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા FD પર ગ્રાહકોને વાર્ષિક 3 થી 7 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોને 50 બેસિસ પોઈન્ટનું વધારાનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તમે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે બેંક FD મેળવી શકો છો. આ સિવાય યુનિયન બેંક દ્વારા ટેક્સ સેવિંગ FD પર વાર્ષિક 6.70% વ્યાજ આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકોને 5 થી 10 વર્ષના સમયગાળાની FD પર વાર્ષિક 7.20% વ્યાજ આપવામાં આવે છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય લોકોને વાર્ષિક 3 થી 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષની એફડી પર વાર્ષિક 3.50 થી 7.50 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. 5 થી 10 વર્ષના સમયગાળા માટે બેંકની ટેક્સ સેવિંગ એફડી પરનો વ્યાજ દર સામાન્ય લોકો માટે વાર્ષિક 6.70 ટકા અને વરિષ્ઠ નાગરિક થાપણદારો માટે વાર્ષિક 7.20 ટકા છે.
તાજેતરમાં, બેંક ઓફ મહારાષ્ટ્રે હોમ અને કાર લોન પરના વ્યાજ દરમાં 0.20 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. આ સિવાય બેંકે પ્રોસેસિંગ ફી પણ માફ કરવાની જાહેરાત કરી હતી. આ કપાત સાથે, હોમ લોન હાલના 8.60 ટકાના બદલે હવે 8.50 ટકાના દરે ઉપલબ્ધ થશે. બીજી તરફ કાર લોન 0.20 ટકાથી 8.70 ટકા સસ્તી કરવામાં આવી છે. બેંકના નવા દર 14 ઓગસ્ટ, 2023થી અમલમાં આવ્યા છે.