શોધખોળ કરો

તમે દવા ખરીદો છો એ અસલી છે કે નકલી?, આ રીતે માત્ર ગણતરીની મિનિટોમાં ચેક કરી શકશો

QR Code On Medicines: દવાઓની કિંમત અને ગુણવત્તામાં પારદર્શિતા માટે તેમના API પર QR કોડ મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે. આવી 300 દવાઓ છે જેના પર QR કોડ લાગુ કરવામાં આવશે.

Medicine’s QR Code:  હવે મેડિકલ સ્ટોર અથવા ઓનલાઈન ખરીદવામાં આવેલી દવાની તમામ માહિતી એક જ સ્કેન દ્વારા બહાર આવશે. સરકારે દવાઓના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) પર QR કોડ મૂકવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે આ નિર્ણય હેઠળ ડ્રગ પ્રાઇસિંગ ઓથોરિટી (Drug Pricing Authority) એ 300 દવાઓ પર QR કોડ લગાવવાની તૈયારી કરી છે.

અહેવાલો અનુસાર, આનાથી દવાઓની કિંમતોમાં પારદર્શિતા આવશે અને બ્લેક માર્કેટિંગ પર અંકુશ આવશે. QR કોડ માટે જે દવાઓ પસંદ કરવામાં આવી છે તેમાં પેઇન કિલર, વિટામિન સપ્લીમેન્ટ્સ, બ્લડ પ્રેશર, સુગર અને ગર્ભનિરોધક દવાઓનો સમાવેશ થાય છે.

QR કોડનો શું ફાયદો થશે?
API માં QR કોડ દાખલ થવાથી, તે શોધવાનું સરળ બનશે કે તેની રચનામાં ખોટા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલે કે એ જાણી શકાશે કે આ દવા અસલી છે કે નકલી.  આ સિવાય દવાના ઉત્પાદનમાં વપરાતો કાચો માલ ક્યાંથી આવ્યો અને દવા ક્યાં જઈ રહી છે તે પણ QR કોડથી જાણી શકાશે. તેની મંજૂરી ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા 2019માં આપવામાં આવી હતી.

આ વેપારીઓની મુશ્કેલી વધશે 
ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે નાના કે મધ્યમ કદના વેપારીઓ માટે આ ફેરફારને અનુસરવું મુશ્કેલ બનશે. તેમનું કહેવું છે કે પેકેજિંગમાં આ ફેરફાર કરવો થોડો મુશ્કેલ હશે. તેમાં ઘણી મહેનત અને પૈસાની જરૂર પડશે. જોકે, ફાર્મા કંપનીઓનું કહેવું છે કે સિંગલ ક્યુઆર સિસ્ટમ રાખવી વધુ અનુકૂળ રહેશે. હાલમાં વિવિધ વિભાગોમાંથી દવાઓનું ટ્રેસીંગ કરવામાં આવે છે.

આ  દવાઓ પર લાગશે QR કોડ
અહેવાલો અનુસાર, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી  (NPPA)એ ડોલો, સેરિડોન, ફેબિફ્લુ, ઇકોસ્પ્રિન, લિમ્સી, સુમો, કેલ્પોલ, થાઇરોનોર્મ, અનવોન્ટેડ 72 અને કોરેક્સ સિરપ જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ કર્યો છે. આ દવાઓનો ઉપયોગ તાવ, માથાનો દુખાવો, ગર્ભાવસ્થા ટાળવા, ઉધરસ, વિટામિનની ઉણપ વગેરેમાં થાય છે. 

મનીકંટ્રોલના સમાચાર અનુસાર, આ દવાઓની પસંદગી તેમના વર્ષભરના ટર્નઓવર પર માર્કેટ રિસર્ચ બાદ કરવામાં આવી છે. આ દવાઓની યાદી આરોગ્ય મંત્રાલયને મોકલવામાં આવી છે જેથી તેમને QR કોડ હેઠળ લાવવા માટે જરૂરી ફેરફારો કરવામાં આવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget