શોધખોળ કરો
RBIએ કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટની મર્યાદા બે હજારથી વધારીને કેટલા રૂપિયા કરી ? જાણો વિગતે
લોકો કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટની મદદથી વધારે અમાઉન્ટમાં અને સરળતાથી ટ્રાંઝેક્શન કરી શકે તે માટે લિમિટ વધારવામાં આવી છે.

નવી દિલ્હી: સુરક્ષિત રીતે ડિજિટલ ટ્રાંઝેક્શનને પ્રોત્સાહન આપવા ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ કાર્ડ અને યૂપીઆઈ સાથે કોન્ટેક્ટલેસ લેવડ-દેવડની મર્યાદા વધારી દીધી છે. આરબીઆઈએ જાહેરાત કરી છે કે, કોન્ટેક્ટલેસ ટ્રાંઝેક્શનની લિમિટ 2000 રૂપિયાથી વધીને 5000 રૂપિયા કરી દીધી છે. આ નિયમ એક જાન્યુઆરી 2021થી લાગુ થશે. આરબીઆઈએ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આ નિર્ણય લીધો છે. લોકો કોન્ટેક્ટલેસ કાર્ડ પેમેન્ટની મદદથી વધારે અમાઉન્ટમાં અને સરળતાથી ટ્રાંઝેક્શન કરી શકે તે માટે લિમિટ વધારવામાં આવી છે. તે સિવયા કાર્ડ અને UPI દ્વારા રેકરિંગ ટ્રાંઝેક્શ માટે ઈ-મેન્ડેટ પર લેવડ દેવડની સીમા 1 જાન્યુઆરી 2021 થી બે હજાર રૂપિયાથી વધારીને 5 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આરબીઆઈએ કહ્યું કે, જલ્દી જ RTGS( રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ) પણ સાત દિવસને 24 કલાક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગર્વનર શક્તિકાંત દાસે કહ્યં કે, અઠવાડિયાના તમામ દિવસમાં IMPS, NETC, NFS, RuPay, UPI લેવડ દેવડને સરળ બનાવવા અને ડિફોલ્ટની ખામીઓને દૂર કરવાનો પ્રસ્તાવ છે. તેનાથી પેમેન્ટ ઈકોસિસ્ટમ ખૂબજ સરળ બની જશે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર નાણાકીય સમીક્ષા બેઠકમાં ફરી એક વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ નિર્ણય ઉંચા મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. રિટેલ મોંઘવારી દર હાલમાં રિઝર્વ બેંકને સંતોષજનક સપાટીની ઉપર જોવા મળી રહ્યો છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની એમપીસીએ રેપો રેટ અને રિવર્સ રેટોમાં કોઈ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેંક રેટ 4.25 ટકા પર જાળવી રાખ્યા છે.
વધુ વાંચો




















