Repo Rate Hiked: મધ્યમ વર્ગને RBI નો મોટો ઝાટકો, રેપો રેટમાં કર્યો વધારો, જાણો લોનનો હપ્તો કેટલો વધી શકે છે
મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ અને મોંઘી ચીજવસ્તુઓ અને ઈંધણને કારણે માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દર 6.95 ટકા રહ્યો છે.
RBI News: RBI ગવર્નર શક્તિકાંત દાસ બપોરે 2 વાગ્યે એક નિવેદન બહાર પાડીને વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ લોનના હપ્તા વધી જશે જેના કારણે આમ આદમીને વધુ એક આંચકો લાગશે.
આરબીઆઈએ રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ રેપો રેટ વધીને 4.40 ટકા થઈ ગયો છે. 2 અને 3 મેના રોજ મોનેટરી પોલિસી કમિટીની ઇમરજન્સી બેઠક મળી હતી જેમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કેશ રિઝર્વ રેશિયોમાં પણ 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેશ રિઝર્વ રેશિયો વધીને 4.50 ટકા થયો.
આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની સીધી અસર લોન લેનારા ગ્રાહકો પર પડશે. સામાન્ય રીતે બેંકો રેપો રેટ પર આરબીઆઈ પાસેથી નાણાં મેળવતી હોય છે. આ કારણે રેપો રેટમાં વધારો થવાથી બેંકોનો નાણાં મેળવવાનો ખર્ચ વધી જશે. આ ખર્ચ વધારાની અસર બેંકો ગ્રાહકો પર નાંખતી હોય છે અને લોનના વ્યાજ દરમાં વધારો કરે છે. રેપો રેટમાં વધારો થવાથી હવે લોન લેવી મોંઘી થશે.
RBI hikes benchmark interest rate by 40 bps to 4.40 pc in an unscheduled policy review with a view to contain inflation
— Press Trust of India (@PTI_News) May 4, 2022
વધતી જતી મોંઘવારી ચિંતાનું કારણ બની
હકીકતમાં, મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ અને મોંઘી ચીજવસ્તુઓ અને ઈંધણને કારણે માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દર 6.95 ટકા રહ્યો છે. જે આરબીઆઈની 6 ટકાના ટાર્ગેટ કરતાં વધુ છે. એપ્રિલમાં 2022-23 માટે પ્રથમ દ્વિ-માસિક ધિરાણ નીતિ સમીક્ષાની જાહેરાત કરતા, આરબીઆઈ ગવર્નરે પોતે કહ્યું હતું કે કેન્દ્રીય બેંકની પ્રાથમિકતા હવે ફુગાવાને નિયંત્રણમાં રાખવાની રહેશે. RBIના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે RBI ગવર્નર બપોરે 2 વાગ્યે નિવેદન આપશે.
બજારમાં ઘટાડો
RBI ગવર્નર શક્તિકાંત દાસે બપોરે 2 વાગ્યે નિવેદન જાહેર કર્યાના સમાચાર મળતાની સાથે જ શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. બોન્ડ માર્કેટ સહિત ઈક્વિટી માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. RBI ગવર્નરનું નિવેદન જાહેર થતાં જ આજે નાણાકીય જગતમાં ખળભળાટ મચી ગયો હતો.
આરબીઆઈનું નિવેદન સામાન્ય નાણાકીય નીતિથી અલગ
તમને જણાવી દઈએ કે આરબીઆઈ ગવર્નરનું આ નિવેદન તેમના મોનેટરી પોલિસી એડ્રેસથી અલગ છે. અગાઉ એપ્રિલમાં આરબીઆઈએ નાણાકીય નીતિ સમીક્ષા બેઠકની જાહેરાત કરી હતી અને આગામી નીતિ જૂનમાં આવશે. આવી સ્થિતિમાં પરંપરાગત જાહેરાતો સિવાય આરબીઆઈ ગવર્નરના આ નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.