RBI: દેશની સૌથી મોટી બેન્ક પર RBIની કાર્યવાહી, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
RBI બધી બેન્કો અને NBFC ના કામકાજ પર નજર રાખે છે

ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે RBI એ બેન્કોની બેન્ક છે. RBI બધી બેન્કો અને NBFC ના કામકાજ પર નજર રાખે છે. બધી બેન્કો માટે RBIના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ RBI સમયાંતરે બેન્કો પર દંડ પણ લાદે છે. હવે RBI એ દેશની સૌથી મોટી સરકારી બેન્ક પર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. આ બેન્ક દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.
RBI એ SBI પર કરોડોનો દંડ ફટકાર્યો
RBI એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) પર 1.72 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ એસબીઆઇ પર કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકાર્યો છે.
RBI એ SBI પર દંડ કેમ લગાવ્યો?
RBI એ SBI પર આ દંડ લાદ્યો છે કારણ કે લોન, એડવાન્સિસ, વૈધાનિક અને અન્ય પ્રતિબંધો, ગ્રાહક સુરક્ષા, અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેન્કિગ લેવડદેવડમાં ગ્રાહકોની જવાબદારી મર્યાદિત કરવી અને બેન્કો દ્વા કરન્ટ એકાઉન્ટ ઓપન કરવા માટે શિસ્તનો અભાવ હતો.
RBI એ આ બેન્ક પર દંડ પણ લગાવ્યો
ઉપરાંત એસબીઆઇએ RBI એ પણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જન સ્મોલ ફાઇનાન્સ બેન્ક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ના નિયમોનું પાલન ન કરવા બદલ લાદવામાં આવ્યો છે.
જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ બરોડા (BOB) એ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેન્કે સોમવારે આ માહિતી આપી હતી. આ સુધારા પછી હોમ લોન પર વ્યાજ દર હવે 8.40 ટકાથી વધીને 8 ટકા થઈ ગયો છે. બેન્કે માહિતી આપી હતી કે આ નવા દરો નવી હોમ લોન અને હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન પર લાગુ થશે.
રેપો રેટ ઘટાડવાનો પણ ફાયદો હતો
બેન્ક ઓફ બરોડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ દર 15 લાખ રૂપિયા અને તેથી વધુની લોન પર લાગુ પડે છે. આ સાથે તે લોન લેનાર વ્યક્તિના ક્રેડિટ સ્કોર સાથે પણ જોડાયેલ છે. બેન્કે એમ પણ કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડાનો લાભ બેન્ક દ્વારા પહેલાથી જ હાલના દેવાદારોને આપવામાં આવ્યો છે. હવે બેન્ક મહિલા લોન લેનારાઓ માટે વાર્ષિક 0.05 ટકા અને 40 વર્ષથી ઓછી ઉંમરના લોન લેનારાઓ માટે વાર્ષિક 0.10 ટકા રિબેટ ઓફર કરી રહી છે, જે રેડી પ્રોપર્ટીઝ, હોમ લોન શિફ્ટિંગ વગેરે પર લાગુ પડે છે.





















