શોધખોળ કરો

RBI MPC Meeting: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, UPI અને CIBIL અંગેની કરી આ મોટી જાહેરાત, જાણો RBI મીટિંગના મોટા નિર્ણયો

RBI MPC Meeting: ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024 ની નાણાકીય નીતિ સમિતિની પ્રથમ બેઠકમાં રેપો રેટમાં વધારો કર્યો નથી. તે જ સમયે, UPI અને નવા પોર્ટલ સહિત ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.

RBI MPC Meeting Big Decision: ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2023-24 માટે મોનેટરી પોલિસી કમિટીની પ્રથમ બેઠકમાં રેપો રેટમાં વધારો ન કરીને લોકોને મોટી રાહત આપી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક સ્તરે એક પડકારજનક સ્થિતિ છે, જેની અસર ભારત પર પણ પડી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વખતે રેપો રેટમાં વધારો કર્યો નથી અને લોકોને રાહત આપી છે. ત્રણ દિવસથી ચાલી રહેલી આરબીઆઈની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપો રેટના દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે વૈશ્વિક પરિસ્થિતિઓ પડકારરૂપ છે અને તેની અસરને કારણે ભારતની સ્થિતિ પણ જોવા મળી રહી છે. RBIની મોનેટરી પોલિસી કમિટીએ બહુમતી સાથે આ નિર્ણય લીધો છે.

રેપો રેટમાં રાહત આપવા ઉપરાંત, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાગરિકો માટે ઘણી અન્ય જાહેરાતો કરી છે, જે ઘણી સુવિધાઓ પ્રદાન કરશે. ચાલો જાણીએ કે નાણાકીય વર્ષ 2023-24 માટે મોનિટરિંગ પોલિસી કમિટીની પ્રથમ બેઠકમાં શું જાહેરાત કરવામાં આવી છે.

RBI મીટિંગની મોટી વાતો

સૌથી પહેલા શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે રેપો રેટમાં કોઈ વધારો થશે નહીં, એટલે કે RBI રેપો રેટ 6.50 ટકા પર જ રહેશે.

નાણાકીય વર્ષ 2024 માટે આર્થિક વિકાસ દર 6.4 ટકાથી 6.5 ટકા રહેવાનો અંદાજ છે. પ્રથમ ક્વાર્ટરમાં વિકાસ દર 7.8 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.1 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.9 ટકા રહેશે.

મોંઘવારી પર આરબીઆઈ ગવર્નરે કહ્યું કે હજુ કામ પૂરું થયું નથી. જ્યાં સુધી મોંઘવારી RBIના સ્તરે નહીં પહોંચે ત્યાં સુધી કામ ચાલુ રહેશે.

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024 માટે મોંઘવારી દરનો અંદાજ 5.3 ટકાથી ઘટાડીને 5.2 ટકા કર્યો છે.

CIBIL સ્કોર અંગે RBIએ કહ્યું કે જો કોઈ તમારો CIBIL સ્કોર ચેક કરશે તો SMS દ્વારા માહિતી આપવામાં આવશે.

જો CIBIL સ્કોર હેઠળ કોઈ પણ પ્રકારની ફરિયાદ હશે, તો તેનું નિરાકરણ પણ સંસ્થાઓએ જલ્દી કરવું પડશે.

ગયા વર્ષે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ચાલુ ખાતાની ખાધ 2.7 ટકા હતી અને તે જાન્યુઆરીથી માર્ચ 2023 દરમિયાન ઘટીને 2.2 ટકા થઈ ગઈ છે.

આ સિવાય આરબીઆઈ પોતાનું પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ દાવો ન કરેલા ભંડોળ વિશે માહિતી આપવામાં આવશે. આ સાથે તેને દૂર કરવાની સુવિધા પણ આપવામાં આવશે.

છેલ્લી 12 રીડિંગ્સમાંથી 10 માટે ફુગાવો મધ્યસ્થ બેન્કના 2 ટકાથી 6 ટકાની ફરજિયાત લક્ષ્ય રેન્જથી ઉપર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget