શોધખોળ કરો
Advertisement
સોમવારથી બદલાઈ જશે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના નિયમ, તમને થશે ફાયદો
નવા સમય અનુસાર હવે સવારે 8 કલાકને બદલે 7 વાગ્યાથી RTGS શરૂ થશે.
નવી દિલ્હીઃ જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને લેવડ દેવડ માટે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ની સમયમર્યાદામાં ફેરફાર કર્યા છે. આ નવા ફેરફાર 26 ઓગસ્ટના રોજથી લાગુ થશે.
નવા સમય અનુસાર હવે સવારે 8 કલાકને બદલે 7 વાગ્યાથી RTGS શરૂ થશે. હાલમાં ગ્રાહકો માટે RTGS સિસ્ટમનો ટાઈમિંગ 8 કલાકથી સાંજે 6 કલાકનો છે. જ્યારે ઈન્ટર-બેન્ક ટ્રાજેક્શનનો ટાઈમિંગ સવારે 8 કલાકથી સાંજે 7.45 કલાકનો છે. નવા આદેશમાં હવે RTGS સિસ્ટમનો સમય વધારવામાં આવ્યો છે. હવે ગ્રાહકો અને બેન્કો માટે RTGS સવારે 7 વાગ્યાથી શરૂ થશે.
જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો, બીજા એકાઉન્ટમાં તરત જ રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. બીજા-ચોથા શનીવારે બેન્કમાં રજાની સાથે આ સર્વિસ બંધ રહે છે. જ્યારે રવિવારે અને બેન્કની જ્યારે-જ્યારે રજા હોય છે ત્યારે આ સર્વિસ બંધ રહે છે.
બેન્કીંગ ટ્રાન્ઝેક્શનોમાં ચેક મારફત ફંડની લેવડ-દેવડ ઉપરાંત અન્ય ઘણાં વિકલ્પોથી પણ ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે. ઇલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર માટે આરટીજીએસ (રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) અને એનઇએફટી (નેશનલ ઇલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર) સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. રૂપિયા ૨ લાખથી વધુ રકમના ફંડ ટ્રાન્સફર માટે આરટીજીએસનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રૂપિયા ૨ લાખથી ઓછી રકમ માટે એનઇએફટીનો ઉપયોગ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement