શોધખોળ કરો
Advertisement
HDFCના ગ્રાહકો માટે મોટા સમાચાર, RBIએ બેંકની આ સેવા પર લગાવ્યો પ્રતિબંધ
આરબીઆઈ તરફથી લગાવવામાં આવેલ આ પ્રતિબંધ કામચલાઉ છે. જ્યારે વિતેલા બે વર્ષની અંદર જ આ ત્રીજી વખત છે જ્યારે એચડીએફસી પર બેંકે કોઈને કોઈ પ્રતિબંધ લગાવ્યા છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકને એક મોટો ઝાટકો આપ્યો છે. રિઝર્વ બેંકે એચડીએફસી બેંક પર કેટલાક પ્રતિબંધ લગાવતા બેંકની તમામ ડિજિટલ સર્વિસીસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈ તરફથી લગાવવામાં આવેલ પ્રતિબંધમાં નવા ક્રેડિટ કાર્ડ પણ સામેલ છે. જોકે આરબીઆઈ તરફથી લગાવવામાં આવેલ આ પ્રતિબંધ કામચલાઉ છે. જ્યારે વિતેલા બે વર્ષની અંદર જ આ ત્રીજી વખત છે જ્યારે એચડીએફસી પર બેંકે કોઈને કોઈ પ્રતિબંધ લગાવ્યા છે.
આ પ્રતિબંધ વિશે જાણકારી આપતા એચડીએફસીએ બેંકે કહ્યું કે, બેંકની ડિજિટલ સર્વીસને આરબીઆઈએ કામચલાઉ ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમાં નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ આરબીઆઈએ કહ્યું કે, પ્રાઈવેટ બેંકે બોર્ડની ખામીઓ દૂર કરતાં જવાબદારી નક્કી કરવી જોઈએ.
આરબીઆઈએ HDFCને સલાહ આપી છે કે તે પોતાના ડિજિટલ 2.0 પહેલ અંતર્ગત કોઈપણ નવી ગતિવિધિઓ રોકી દે. સાથે જ નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકોનું સોર્સિંગ કરવાનું બંધ કરી દે. વિતેલા બે વર્ષમાં પોતાની બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને પેમેન્ટ યૂટિલિટી સેવાઓમાં બેંકને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ડિજિટલ સર્વિસમાં સમસ્યા
જણાવીએ કે, એચડીએફસી બેંકની ડિજિટલ સર્વિસીસમાં સતત ગ્રાહકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે આરબીઆઈએ પણ બેંકને કારણ પૂછ્યું હતું. એચડીએફસી બેંકના ડેટા સેન્ટરમાં કેટલીક મુશ્કેલીઓને કારણે તેની યૂપીઆઈ પેમેન્ટ, એટીએમ સર્વિસીસ અને કાર્ડથી થનારું પેમેન્ટ અટકી ગયા હતા. જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આરબીઆઈએ ગણાવ્યો ગંભીર મુદ્દો
એચડીએફસી બેંકની ડિજિટલ સર્વિસીસમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ વખત આ પ્રકારની સમસ્યા સામે આવી છે. જ્યારે આરબીઆઈએ કહ્યું હતું કે, તેમના ડેટા સેન્ટરમાં જે સમસ્યા છે તો તેનું કારણ આપો. જેના જવાબમાં એચડીએફસી બેંકે કહ્યું હતું કે, વિતેલા બે વર્ષ દરમિયાન સિસ્ટમ અને પ્રોસેસમાં પૂરતા સુધારા કરવામાં આવ્યા છે. જોકે આરબીઆઈએ કહ્યું હતું કે, બેંકના દાવાઓ છતાં મુશ્કેલીઓ આવી રહી છે, જે ખૂબ જ ગંભીર મુદ્દો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion