શોધખોળ કરો
Advertisement
કેટલીક કોમર્શિયલ બેન્ક બંધ કરવાની સોશિયલ મીડિયા પર અફવા, RBIએ શું કરી સ્પષ્ટતા
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એ અહેવાલ વાયરલ થઇ રહ્યા છે કે આરબીઆઇ કેટલીક બેન્કોને બંધ કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા એક રિપોર્ટને ફગાવ્યા હતા જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તે કેટલીક કોમર્શિયલ બેન્કને બંધ કરવા જઇ રહી છે. આરબીઆઇએ આજે આ રિપોર્ટને અફવા ગણાવ્યા હતા. આરબીઆઇએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર રિપોર્ટ ફેલાવવામાં આવી રહ્યા છે તે તે કોમર્શિયલ બેન્કોને બંધ કરવા જઇ રહી છે પરંતુ એ એકદમ ખોટું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એ અહેવાલ વાયરલ થઇ રહ્યા છે કે આરબીઆઇ કેટલીક બેન્કોને બંધ કરી શકે છે.
નોંધનીય આરબીઆઇએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોર્પોરેશન બેન્ક પર મંગળવારે ઓપરેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રિય બેન્કેના નિર્દેશ અનુસાર, બેન્કના ખાતાધારકો હવે પોતાના એકાઉન્ટમાંથી દરરોજ ફક્ત એક હજાર રૂપિયા કાઢી શકશે. સાથે જ બેન્ક કોઇ નવી લોન આપી નહી શકે. રિઝર્વ બેન્કે એક નોટિફિકેશન જાહેર કરી કહ્યું કે, બેન્કને જાહેર કરાયેલા નિર્દેશનો અર્થ એ નથી કે તેનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. આગામી નિર્દેશ સુધી બેન્ક પૈસા કાઢવાના આ પ્રતિબંધ સાથે કામ કરશે. આરબીઆઇએ કહ્યું કે, હાલમાં બેન્ક પર ફક્ત છ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion