(Source: ECI/ABP News/ABP Majha)
Gold Silver Price Today: ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડબ્રેક તેજી, જાણો લેટેસ્ટ કિંમત
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી યથાવત છે. 1100ના વધારા સાથે સોનાનો ભાવ 81 હજાર 600ની રેકોર્ડબ્રેક સપાટીએ પહોચ્યાં છે તો ચાંદીમાં પણ પ્રતિ કિલો 1500 રૂપિયાનો વધારો થયો છે.
Gold Silver Price Today: દિવાળીની સિઝનમાં રેકોર્ડ વેચાણની આશા વેપારીઓ રાખી રહ્યા છે. જો કે બીજી તરફ આ વર્ષે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી છે. જેથી વધુ ખરીદીના સંકેત નહિવત છે. સામાન્ય રીતે ધનતેરસ અને દિવાળી પર જ્વેલરી માર્કેટમાં સોના અને ચાંદીની માંગ વધી જાય છે. કારણ કે આ સમયે સોના ચાંદીની ખરીદી શુભ મનાય છે. બજારમાં સોના ચાંદીના હાલ શું ભાવ છે, લેટેસ્ટ કિંમત જાણીએ.,
સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. બંને કિંમતી ધાતુઓ તેમની રેકોર્ડ બુલિયન માર્કેટ અનુસાર આજે 27 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. શુદ્ધ સોનાની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે, હવે તેની કિંમત 80,900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. આ સિવાય જ્વેલરી સોનાની કિંમતમાં પણ 600 રૂપિયાનો વધારો થયો છે, હવે તેની કિંમત 75,700 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. અહીં ચાંદીના ભાવમાં સતત બે દિવસના ઘટાડા બાદ તેની કિંમતોમાં ફરી વધારો જોવા મળ્યો છે. હવે તેની કિંમત 1,00,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
સોના અને ચાંદીમાં તેજીના આ મુખ્ય કારણો છે.
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે બજારોમાં સોના અને ચાંદીની માંગ વધી રહી છે, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ વધી રહ્યા છે. આ સિવાય જ્યારે ડૉલર નબળો પડી રહ્યો છે ત્યારે રોકાણકારો સોના અને ચાંદીને રોકાણના સારા માધ્યમ માને છે, તેથી તેમની માંગ વધુ હોવાથી ભાવમાં પણ વધારો થયો છે. મુખ્ય તહેવારોની મોસમની અસરથી પણ કિંમતી ધાતુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
વેપારીઓને દિવાળી પર રેકોર્ડ વેચાણની અપેક્ષા છે
વેપારીઓ દિવાળીની સિઝનમાં રેકોર્ડ વેચાણની અપેક્ષા રાખી રહ્યા છે. ધનતેરસ અને દિવાળી પર ભારતીય જ્વેલરી માર્કેટમાં સોના અને ચાંદીની માંગ વધી જાય છે. માંગ વધારવા માટે જ્વેલર્સ ગ્રાહકોને ઓફર પણ આપતા હોય છે.