Red Bull Owner Dietrich Mateschitz Death: એનર્જી ડ્રિંક રેડ બુલના માલિક Dietrich Mateschitz નું 78 વર્ષની વયે નિધન, 172 દેશોમાં ફેલાયેલો છે બિઝનેસ
Dietrich Mateschitz Death: એનર્જી ડ્રિંક કંપનીની સ્થાપના 1984માં ઑસ્ટ્રિયન બિઝનેસમેન મેટ્સચિત્ઝ દ્વારા કરવામાં આવી હતી અને ફોર્મ્યુલા 1માં બ્રાન્ડની ભાગીદારીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Red Bull Owner Dietrich Mateschitz Death: એનર્જી ડ્રિંક કંપની રેડ બુલના સહ-સ્થાપક અને રેડ બુલ ફોર્મ્યુલા વન રેસિંગ ટીમના સ્થાપક અને માલિક ઓસ્ટ્રિયાના ઉદ્યોગપતિ ડીટ્રીચ મેટ્સચિત્ઝનું અવસાન થયું છે. તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. એનર્જી ડ્રિંક કંપનીની સ્થાપના 1984માં ઑસ્ટ્રિયન બિઝનેસમેન મેટ્સચિત્ઝ દ્વારા કરવામાં આવી હતી અને ફોર્મ્યુલા 1માં બ્રાન્ડની ભાગીદારીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેટ્સચિત્ઝ એનર્જી ડ્રિંક બ્રાન્ડની 49% માલિકી ધરાવે છે.
172 દેશોમાં બિઝનેસ
ઑસ્ટ્રિયન-થાઈ જૂથ રેડ બુલના જાહેર ચહેરા તરીકે મેટ્સચિત્ઝ પ્રસિદ્ધિ પામ્યા. મેટસ્ચિત્ઝે ગયા વર્ષે વિશ્વના 172 દેશોમાં તેના કેફીન અને ટૌરિન આધારિત પીણાંના લગભગ 1000 મિલિયન કેન વેચ્યા હતા. મેટ્સચિત્ઝ માત્ર એનર્જી ડ્રિંકને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મદદ કરી નથી, પરંતુ એક રમત, મીડિયા, રિયલ એસ્ટેટ અને ગેસ્ટ્રોનોમીનું સામ્રાજ્ય પણ બનાવ્યું છે.
અન્ય રમતોમાં પણ ભાગીદારી
રેડ બુલની વધતી જતી સફળતા સાથે, તેણે રમતગમતમાં તેમના રોકાણોને મોટા પ્રમાણમાં વિસ્તૃત કર્યા. રેડ બુલ હવે ફૂટબોલ ક્લબ, આઈસ હોકી ટીમો અને F1 રેસિંગ ટીમોનું સંચાલન કરે છે અને વિવિધ રમતોમાં સેંકડો એથ્લેટ્સ સાથે કરાર કરે છે.
યુરોપથી અમેરિકા
રેડ બુલ કહે છે કે મેટ્સચિત્ઝ 1987 માં તેમના મૂળ ઓસ્ટ્રિયામાં તેમના નવા નામ હેઠળ સંશોધિત પીણું લોંચ કરતા પહેલા ત્રણ વર્ષ સુધી ફોર્મ્યુલા પર કામ કર્યું હતું. મેટ્સચિત્ઝના નેતૃત્વ હેઠળ રેડ બુલે પહેલા યુરોપમાં અને પછી યુનાઈટેડ સ્ટેટ્સમાં ઝડપથી તેનો બજાર હિસ્સો વધાર્યો હતો.
LoC પર ભારતીય સેનાના જવાનાએ ફટાકડાં ફોડીને ઉજવી દિવાળી
દેશભરમાં પાંચ દિવસના દિવાળીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. બે વર્ષ બાદ લોકો ધામધૂમથી આ પર્વ ઉજવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર તૈનાત ભારતીય સેનાના જવાનોએ ધનતેરસ સાથે દિવાળીના તહેવારોની શરૂઆત થતાં ફટાકડા ફોડ્યા અને માટીના દીવા પ્રગટાવ્યા. એલઓસી પર તૈનાત સેનાના જવાનોએ દેશની રક્ષા કરવાની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં સેનાના એક જવાને કહ્યું, "હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે ચિંતા ન કરો અને ઉત્સવને સંપૂર્ણ આનંદથી ઉજવો. કર્નલ ઈકબાલ સિંહે કહ્યું, હું દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેમને ખાતરી આપું છું કે અમારા સૈનિકો સતર્ક છે અને સરહદ પર તકેદારી રાખી રહ્યા છે
આ પણ વાંચોઃ