Reliance AGM 2023 Live: RILની એજીએમમાં ઇશા અંબાણીએ કરી રિલાયન્સ રિટેલની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ, કહ્યું - આ દુનિયાનું સૌથી મોટુ રિટેલ એમ્પ્લૉયર
Reliance AGM 2023: આજે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમીટેડની મોટી ઇવેન્ટ યોજાવવાની છે, આજે કંપનીએ પોતાની એજીએમનું આયોજન કર્યુ છે,
LIVE
Background
Reliance AGM 2023: આજે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમીટેડની મોટી ઇવેન્ટ યોજાવવાની છે, આજે કંપનીએ પોતાની એજીએમનું આયોજન કર્યુ છે, આ કંપનીની સૌથી મોટી ઇવેન્ટ છે અને આ ઇવેન્ટમાં કેટલાક મોટા પ્લાન અને પ્રૉડ્ક્ટસને લૉન્ચ કરવામાં આવી શકે છે.
નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનને વધુ સમય આપવા રાજીનામું આપ્યું
બોર્ડમાં થયેલા આ ફેરફાર અંગે કંપનીએ એક્સચેન્જોને જણાવ્યું હતું કે આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની નિમણૂક માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે બોર્ડે નીતા અંબાણીના રાજીનામાનો પણ સ્વીકાર કરી લીધો છે. નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનને વધુ સમય આપવા માટે RILના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.
Reliance Industries Board recommends appointment of Isha Ambani, Akash Ambani and Anant Ambani on the Board of Directors; appointed as Non-Executive Directors of the Company.
— ANI (@ANI) August 28, 2023
Nita Ambani to step down from the Board. She will continue as Chairperson of the Reliance Foundation. pic.twitter.com/KkWofhoZM6
RIL ના બોર્ડમાંથી નીતા અંબાણીએ આપ્યું રાજીનામું
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને સંબોધતા કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા જરૂરી પગલાઓ અને આગામી વર્ષોમાં કંપનીની યોજનાઓ વિશે માહિતી આપી હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી એજીએમમાં કંપનીએ બોર્ડમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ કહ્યું કે આજે બોર્ડ મીટિંગમાં આ ફેરફારને મંજૂરી આપવામાં આવી છે.
Jio Financial Services પર શું કહ્યું -
મુકેશ અંબાણીએ કહ્યું કે Jio ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા 142 કરોડ ભારતીયોને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવશે. JSF એ એસેટ મેનેજમેન્ટ બિઝનેસ માટે બ્લેકરોક સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ દેશમાં જંગી નાણાકીય વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. જે રીતે રિલાયન્સ રિટેલ અને જિયોએ સફળતાપૂર્વક તેમની વૃદ્ધિ દર્શાવી છે, તેવી જ રીતે જેએસએફએલ પણ ફાઇનાન્સના ક્ષેત્રમાં પોતાની છાપ ઉભી કરશે.
Jio Fiber સાથે 1 કરોડથી વધુ જગ્યાઓ જોડાયેલ છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમારી ઓપ્ટિકલ ફાઈબર સેવા Jio ફાઈબર સાથે 1 કરોડથી વધુ જગ્યાઓ જોડાયેલ છે. હજુ પણ લાખો કેમ્પસ છે જ્યાં વાયર કનેક્ટિવિટી પૂરી પાડવી મુશ્કેલ છે. Jio Air Fiber આ મુશ્કેલીને હળવી કરશે. આના દ્વારા અમે 20 કરોડ ઘરો અને પરિસરોમાં પહોંચવાની આશા રાખીએ છીએ. Jio Air Fiberના આગમન સાથે, Jio દરરોજ 1.5 લાખ નવા ગ્રાહકો ઉમેરી શકશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે.
રિલાયન્સ રિટેલે ગયા વર્ષે લગભગ 3800 સ્ટૉર્સ ખોલ્યા હતા
ઈશા અંબાણીએ કહ્યું કે ગયા વર્ષે રિલાયન્સ રિટેલમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. કંપનીએ 3800 નવા સ્ટૉર ખોલ્યા છે. ગયા વર્ષે કંપનીના સ્ટૉર્સમાં 78 કરોડ ફૂટફૉલ નોંધાયા છે.