રિલાયન્સ HN હોસ્પિટલ અને ધીરૂભાઈ અંબાણીને મળ્યું સર્વેમાં ટોપ રેટિંગ, નીતા અંબાણીએ કહી આ વાત
TOIના સ્કૂલ સર્વેક્ષણમાં ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને ફરીથી સર્વશ્રેષ્ઠ સ્કૂલનો દરજજો આપવામાં આવ્યો છે. TOIના સ્વાસ્થ્ય સર્વેક્ષણમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને નંબર 1 પર રાખી છે.
મુંબઈઃ બે આરઆઈએલ સંસ્થા, સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન અને ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલે પ્રતિષ્ઠિત ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યુ છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્કૂલ સર્વેક્ષણ 2021
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સ્કૂલ સર્વેક્ષણમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને ફરીથી સર્વશ્રેષ્ઠ સ્કૂલનો દરજજો આપવામાં આવ્યો છે. જે નીતા અંબાણીની દૂરદ્રષ્ટિ, નેતૃત્વ અને પ્રયાસોનું પરિણામ છે. જેનો પ્રાથમિક ઉદ્દેશ મુંબઈની ટોચની સ્કૂલોના લિસ્ટ સુધી પહોંચવાનો છે.
સ્વાસ્થ્ય સર્વેક્ષણ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સ્વાસ્થ્ય સર્વેક્ષણમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને નંબર 1 પર રાખી છે. અધ્યયનનો ઉદ્દેશ 2020-21 સુધી ભારતની ટોચની મલ્ટીસ્પેશલિટી હોસ્પિટલના લિસ્ટ સુધી પહોંચવાનો હતો. લિસ્ટમાં સામેલ ચીજોમાં ઓછામાં ઓછી ત્રણ ચીજો કે વધારે મહત્વપૂર્ણ દેખભાળ વિશેષતા વિભાગ (ઓન્કોલોજી, નેફ્રોલોજી, યૂરોલોજી, કાર્ડિયોલોજી, બાળ રોગ, સ્ત્રી રોગ/ પ્રસૂતિ, ન્યૂરોલોજી, ઈમરજન્સી અને આઘાત તથા ગેસ્ટ્રોએન્ટરોલોજી/હેપેટોલોજી) સામેલ હતા.
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું, અમે જાહેરાત કરતાં ગર્વ અનુભવી રહ્યા છીએ કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મલ્ટી સ્પેશલિટી સર્વે 2021ના સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના પશ્ચિમ ક્ષેત્ર અને મુંબઈમાં નંબર 1 હોસ્પિટલ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. નીતા અંબાણીએ કહ્યું કે, તેઓ માનવતા માટે નિસ્વાર્થ અને અથાગ સેવા માટે ડોક્ટરો, હોસ્પિટલના કર્મચારીઓની પૂરી ટીમની ભાવનાને સલામ કરે છે.