શોધખોળ કરો
Advertisement
રિલાયન્સ જિયોએ આપ્યો મોટો ઝટકો, હવે અન્ય ઓપરેટરમાં કોલ કરવા ચૂકવવા પડશે રૂપિયા, જાણો વિગતે
એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી 9મી ઑક્ટોબરથી જિયો દ્વારા અન્ય ઑપરેટમાં કૉલ કરવાનો પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ વસૂલાશે. કંપનીના જણાવ્યા મુજબ આ નિશુલ્ક સેવા બદલ કંપનીએ અન્ય ઑપરેટરોને છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 13,500 કરોડ ચુકવ્યા છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. જિયો પોતાના ગ્રાહકો પાસેથી ઇન્ટરકનેક્ટ યૂસેજ ચાર્જીસ (IUC) વસૂલશે. એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી 9મી ઑક્ટોબરથી જિયો દ્વારા અન્ય ઑપરેટમાં કૉલ કરવાનો પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ વસૂલાશે. કંપનીના જણાવ્યા મુજબ આ નિશુલ્ક સેવા બદલ કંપનીએ અન્ય ઑપરેટરોને છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 13,500 કરોડ ચુકવ્યા છે.
જિયોએ એક અખબારી નિવેદનમાં જણાવ્યા મુજબ, 'ગ્રાહકો દ્વારા આજથી કરાવનારા તમામ રિચાર્જ પર અન્ય મોબાઇલ ઑપરેટરમાં થતાં કૉલનો 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વસૂલાશે. આ ચાર્જ ઇન્ટરકનેક્ટ યૂસેજ ચાર્જીસ (IUC) છે. આ નિર્ણય ટેલિકૉમ રૅગ્યુલેટરી ઑથોરિટી (TRAI )ની ઝીરો ટર્મિનેશન ચાર્જની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે જેની સમય મર્યાદા જાન્યુઆરી 2020 છે'
જિયોની અખબારી યાદી મુજબ જિયોથી જિયો થતાં કૉલ નિશુલ્ક રહેશે, જિયોમાં આવતાં તમામ ઇનકમિંગ કૉલ નિશુલ્ક રહેશે અને જિયોથી લૅન્ડલાઇન પર નિશુલ્ક કૉલ થશે. આ સાથે જિયો મોબાઇલ નેટવર્ક પરથી વોટ્સએપ અને ફેસટાઇમ પર કરવામાં આવતાં કૉલ પણ નિશુલ્ક જ રહેશે.
જિયોએ અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે જ્યારે TRAI દ્વારા IUC ચાર્જ નાબુદ કરાશે ત્યાં સુધી કંપની ગ્રાહકો પાસેથી ઑફનેટ આઉટગોઇંગ કૉલ બદલ ચાર્જ વસૂલશે. કંપનીએ હાલમાં ગ્રાહકો માટે નવા પ્લાન પણ બહાર પાડી દીધા છે. હાલમાં કંપનીને અન્ય નેટવર્કમાં થતાં કૉલ બદલ પ્રતિ સેકન્ડ 6 પૈસા ચાર્જ ચુકવવો પડે છે. ટ્રાઇ દ્વારા આ ચાર્જને નીલ કરવાની પ્રક્રિયાને 1 જાન્યુઆરી 2020 સુધી નાબુદ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી પરંતુ હાલમાં TRAI આ સમયમર્યાદાનું અવલોકન કરી રહ્યું હોવાથી જિયો દ્વારા જાહેરાત કરાઈ છે.
દારૂ પર ગરમાયું રાજકારણઃ ધાનાણીએ ટ્વિટ કરીને લખ્યું ઝુમતું ગુજરાત, સરકારના જ આંકડા કર્યા જાહેર PoKથી આવેલા 5300 કાશ્મીરી પરિવારો માટે મોદી સરકારે કરી મોટી જાહેરાત, મળશે સાડા પાંચ લાખ રૂપિયા ફરી રડાવી શકે છે ડુંગળી, આ કારણે આવ્યો ભાવમાં ઉછાળો, જાણો વિગતAn important announcement for Jio users. https://t.co/0RZ5AH6Tyq
— Reliance Jio (@reliancejio) October 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion