Reliance Gap store: રિલાયન્સ રિટેલે ભારતમાં પ્રથમ શરુ કર્યો ગેપ સ્ટોર, જાણો તેની ખાસિયતો
Reliance Gap store: આજે રિલાયન્સ રિટેલે મુંબઈના ઈન્ફિનિટી મોલ, મલાડમાં ભારતનો પ્રથમ ફ્રીસ્ટેન્ડિંગ ગેપ સ્ટોર ખોલવાની જાહેરાત કરી.રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ચેનલોમાં ગેપ માટે સત્તાવાર રિટેલર છે.
Reliance Gap store: આજે રિલાયન્સ રિટેલે મુંબઈના ઈન્ફિનિટી મોલ, મલાડમાં ભારતનો પ્રથમ ફ્રીસ્ટેન્ડિંગ ગેપ સ્ટોર ખોલવાની જાહેરાત કરી હતી. આ ગેપ સ્ટોરનું લોન્ચિંગ રિલાયન્સ રિટેલ લિમિટેડ અને ગેપ ઇન્ક. વચ્ચેની લાંબા ગાળાની ભાગીદારીમાં એક સીમાચિન્હરૂપ છે, તેના દ્વારા રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ચેનલોમાં ગેપ માટે સત્તાવાર રિટેલર છે.
ગયા વર્ષથી 50થી વધુ ગેપ શોપ-ઇન-શોપ્સ ખોલ્યા પછી રિલાયન્સ રિટેલ હવે ઇન્ફિનિટી મોલમાં નવા ગેપ સ્ટોર સાથે લોન્ચના બીજા તબક્કાની શરૂઆત કરી છે. ભારતમાં ગેપની હાજરીના વિસ્તરણમાં આવનારા મહિનાઓમાં દેશભરમાં ફ્રીસ્ટેન્ડિંગ સ્ટોરની શ્રેણીની શરૂઆતનો સમાવેશ થશે. ગેપ ઇન્ફિનિટી મોલ ડેનિમ, બ્રાન્ડની સંપૂર્ણ અભિવ્યક્તિ સાથે ડેનિમ લોગો પ્રોડક્ટ્સ, ખાકી તેમજ મહિલાઓ, પુરૂષો, બાળકો તથા શિશુઓ સહિત સમગ્ર પરિવાર માટે આધુનિક આવશ્યક વસ્તુઓ પૂરી પાડશે.
ભારતમાં ગેપના પ્રથમ સ્ટોરના ઉદ્દઘાટન અંગે રિલાયન્સ રિટેલ લિમિટેડના ફેશન અને લાઇફસ્ટાઇલના પ્રેસિડેન્ટ અને સીઇઓ અખિલેશ પ્રસાદે જણાવ્યું કે, “અમે આઇકોનિક ગેપને નવા અવતારમાં ભારતમાં પરત લાવવા માટે રોમાંચિત છીએ. નવા ગેપ સ્ટોર્સની મુલાકાત લેવાથી ગ્રાહકોને માત્ર નવી રિટેલ આઇડેન્ટિટી જ નહીં પરંતુ વધુ સારી કિંમતની સાથે સ્માર્ટ ટ્રાયલ રૂમ, એક્સપ્રેસ ચેક-આઉટ અને ઓમ્ની એક્સપિરિયન્સ સહિત ટેક્નોલોજીથી સક્ષમ શોપિંગ અનુભવ મળશે. જ્યારે ફ્રી સ્ટેન્ડિંગ સ્ટોર્સનું ઉદ્દઘાટન એ ગેપની ભારતમાં લાંબા ગાળાની વૃદ્ધિ યોજનાનું મહત્વપૂર્ણ પ્રેરક છે ત્યારે તે અમને અમારા સમજદાર ભારતીય ગ્રાહકો માટે વિશ્વ-સ્તરની બ્રાન્ડ્સ અને એક અલગ પ્રકારનો શોપિંગ અનુભવ લાવવાની બીજી તક પણ આપે છે.
ગેપ ઇન્કના ઇન્ટરનેશનલ, ગ્લોબલ લાઇસન્સિંગ અને હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર એડ્રિન ગેર્નાન્ડે જણાવ્યું હતું કે, અમે અમારા પાર્ટનર-આધારિત મોડલ દ્વારા ભારતમાં અમારી હાજરીને વિસ્તારવાનું ચાલુ રાખવા માટે રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ, તેમ ફ્રી સ્ટેન્ડિંગ સ્ટોર્સ અને મલ્ટી-બ્રાન્ડ સ્ટોર એક્સપ્રેશનના લોન્ચિંગ દ્વારા અમને ભારતીય ગ્રાહકો માટે સુલભતા વધારવા અને તેઓ જ્યાં ખરીદી કરતા હોય ત્યાં તેમને મળવા સક્ષમ બનાવે છે.
મજબૂત ઓમ્ની-ચેનલ રિટેલ નેટવર્કના સંચાલન અને સ્થાનિક ઉત્પાદનને બળવત્તર બનાવવા તથા સોર્સિંગની કાર્યક્ષમતામાં વધારો કરવાની સ્થાપિત સ્પર્ધાત્મકતા સાથે રિલાયન્સ રિટેલ ભારતનો સૌથી મોટો રિટેલર છે. ગેપ સાથેની તેની ભાગીદારી થકી રિલાયન્સ રિટેલ એક્સક્લુઝીવ બ્રાન્ડ સ્ટોર્સ, મલ્ટી-બ્રાન્ડ સ્ટોર એક્સપ્રેશન્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મના સમન્વય દ્વારા ગેપનો શોપિંગ અનુભવ ભારતભરના ગ્રાહકો માટે લાવશે. સાન ફ્રાન્સિસ્કોમાં 1969માં સ્થપાયેલી ગેપ ડેનિમ આધારીત તેના વારસાનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે અને ગ્રાહકો સાથે ઓનલાઇન ઉપરાંત વૈશ્વિક સ્તરે કંપની સંચાલિત અને ફ્રેન્ચાઇઝ રિટેલ લોકેશન્સ ગ્રાહકો સાથે ભાગીદારી કરે છે. માત્ર કપડાં વેચવા કરતાં પણ આગળ વધવાના વિઝન સાથે ગેપ એક સંસ્કૃતિને આકાર આપે છે. વ્યક્તિઓ,પેઢીઓ અને સંસ્કૃતિઓ વચ્ચેના અંતરને દૂર કરીને અમેરિકન શૈલીની અનન્ય આમૂલ અને આશાવાદી ભાવનાને પ્રતિપાદિત કરે છે. ઈન્ફિનિટી મલાડ, મુંબઈ ખાતે આવેલો ધ ગેપ સ્ટોર 24મી ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 7:00 વાગ્યે ખુલ્યો અને સોમવારથી રવિવાર દરમિયાન સવારે 11:00 થી 9:30 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.