Reliance Retail on Justdial: Just Dialની નવી માલિક બની Reliance Retail, 40.49 ટકા થઇ ભાગીદારી
અબજોપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાની વાળી રિલાયન્સ રિટેલ (Reliance Retail)એ 25 વર્ષ જૂની સર્ચ એન્ડ ડિસ્કવરી ફર્મ જસ્ટ ડાયલ (Just Dial)માં કંન્ટ્રોલ મેળવી લીધું છે
નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાની વાળી રિલાયન્સ રિટેલ (Reliance Retail)એ 25 વર્ષ જૂની સર્ચ એન્ડ ડિસ્કવરી ફર્મ જસ્ટ ડાયલ (Just Dial)માં કંન્ટ્રોલ મેળવી લીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (Reliance Retail Ventures) જૂલાઇમાં જસ્ટ ડાયલમાં 3497 કરોડ રૂપિયાના કરારની જાહેરાત કરી હતી.
Just Dialએ ગુરુવારે જાણકારી આપી હતી કે તેમના બોર્ડે કંપનીના 2.12 કરોડ રૂપિયાના શેર અલોટ કરવાની મંજૂરી આપી દીધી છે. શેરનું આ અલોટમેન્ટ 1,022.25 રૂપિયા પ્રતિ શેરના આધાર પર કરવામાં આવ્યું છે. હવે Reliance Retailની Just Dialમાં 40.98ની ભાગીદારી રહેશે. રિલાયન્સ રિટેલે સેબી ટેકઓવર રેગ્યુલેશન અનુસાર જસ્ટ ડાયલ લિમિટેડમાં સોલ કંન્ટ્રોલ લઇ લીધું છે. આ 1 સપ્ટેમ્બર 2021થી લાગુ પડશે. 20 જૂલાઇ 2021ના રોજ રિલાયન્સ રિટેલે જસ્ટ ડાયલના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી વીએસએસ મણિ સાથે એક બ્લોક ડીલમાં જસ્ટ ડાયલના 10 રૂપિયા પ્રતિ શેરની કિંમતમાં 1.31 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર ખરીદ્યા હતા. આ ખરીદી 1020 પ્રતિ ઇક્વિટી શેરની કિંમત પર થઇ હતી. આ શેર કેપિટલના 25.35 ટકા રિપ્રેઝન્ટ કરે છે. હવે આરઆરવીએલએ જસ્ટ ડાયલના અન્ય શેરધારકો પાસેથી 26 ટકા હિસ્સેદારી ખરીદવાની ઓફર આપી છે.
જસ્ટ ડાયલ પોતાની વેબસાઇટ, મોબાઇલ એપ અને ટેલિફોન લાઇન મારફતે લોકલ સર્ત અને ઇ-કોમર્સ સેવા આપે છે. Reliance ધીરે ધીરે દેશના રિટેઇલ સેક્ટરમાં પોતાનો પ્રભાવ વધારવાનું કામ કરી રહી છે. આ માટે રિલાયન્સે Future Groupની Future Retail સાથે કરાર કર્યા છે. જોકે, તેના પર અમેરિકન ઇ-કોમર્સ કંપની અમેઝોન સાથે વિવાદ ચાલી રહ્યો છે અને હાલમાં આ મામલો કોર્ટમાં છે.
31 માર્ચ 2021 સુધી જસ્ટ ડાયલ પાસે વેબ, મોબાઇલ, એપ, વોઇસ પ્લેટફોર્મ પર 3.04 કરોડ લિસ્ટિંગ અને 12.91 કરોડ ક્વાર્ટરલી યુનિક યુઝર્સ હતા. કંપનીએ તાજેતરમાં જ પોતાનો B2B માર્કેટપ્લેસ પ્લેટફોર્મ JD માર્ટ લોન્ચ કર્યો છે. જેનો ઉદેશ્ય ભારતના લાખો નિર્માતાઓ, વિતરકો, હોલસેલરો, રિટેલર્સને કોરોના કાળમાં ઇન્ટરનેટ માટે તૈયાર થવા, નવા ગ્રાહકો શોધવા અને પોતાના ઉત્પાદનોને ઓનલાઇન વેચવામાં સક્ષમ બનાવે છે