Bournvita: બોર્નવીટા નથી હેલ્થ ડ્રિંક, ઈ કોમર્સ કંપનીઓને સરકારે આપ્યો હટાવવાનો નિર્દેશ
Health Drinks: પ્રોડક્ટ યોગ્ય સેગમેન્ટમાં ન હોવાને કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે. એનર્જી ડ્રિંક્સનું વેચાણ વાર્ષિક આશરે 50 ટકાના દરે વધી રહ્યું છે. યુવાનોમાં તેનો વધતો વપરાશ ચિંતાજનક છે.
Health Drinks: બોર્નવિટા જેવી મોટી બ્રાન્ડને મોટો આંચકો લાગ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શનિવારે તમામ ઈ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મના હેલ્થ ડ્રિંક વિભાગમાંથી બોર્નવિટા સહિત ઘણી કંપનીઓના પીણાં દૂર કરવા નિર્દેશ આપ્યો છે.
આવા પીણાં અને બેવરેજેસને હેલ્થ ડ્રિંકની શ્રેણીમાંથી દૂર કરવા પડશે
મંત્રાલયની સૂચના અનુસાર, બાળ અધિકાર સંરક્ષણ અધિનિયમ હેઠળ રચાયેલી સમિતિ એનસીપીસીઆર (NCPCR)એ તેની તપાસ બાદ નિર્દેશ આપ્યો છે કે FSA કાયદા હેઠળ હેલ્થ ડ્રિંકની વ્યાખ્યા સ્પષ્ટ રીતે આપવામાં આવી છે. તેથી, તમામ ઈ-કોમર્સ કંપનીઓ અને પોર્ટલે બોર્નવિટા સહિત તમામ પ્રકારના પીણાં અને વેબરેજેસને હેલ્થ ડ્રિંકની શ્રેણીમાંથી દૂર કરવા પડશે.
હેલ્થ-એનર્જી ડ્રિંક્સના નામે વેચાતા જ્યુસ સામે કડક કાર્યવાહી
આ મહિનાની શરૂઆતમાં સરકારે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે વેચવામાં આવતા જ્યુસ સામે કડક કાર્યવાહી કરી હતી. સરકારે ઈ-કોમર્સ વેબસાઈટને સૂચના આપી હતી કે તેઓ હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે તમામ પ્રકારના જ્યુસ વેચી શકશે નહીં. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ કહ્યું હતું કે ઈ-કોમર્સ કંપનીઓએ તેમની વેબસાઈટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનોને યોગ્ય રીતે સેગમેન્ટ કરવા જોઈએ. પ્રોડક્ટ યોગ્ય સેગમેન્ટમાં ન હોવાને કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે. એનર્જી ડ્રિંક્સનું વેચાણ વાર્ષિક આશરે 50 ટકાના દરે વધી રહ્યું છે. યુવાનોમાં તેનો વધતો વપરાશ ચિંતાજનક છે. ઘણા સંશોધનોએ આરોગ્ય પર તેની ગંભીર અસરો જાહેર કરી છે. તેથી FSSAI પણ આ બાબતે ગંભીર બની છે.
FSSAIએ એક અલગ કેટેગરી બનાવવાની સૂચના આપી
FSSAI અનુસાર, માલિકીના ફૂડ લાયસન્સ હેઠળ આવતા ડેરી આધારિત, અનાજ આધારિત અને માલ્ટ આધારિત પીણાં હેલ્થ ડ્રિંક અથવા એનર્જી ડ્રિંકના નામે ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર વેચવામાં આવશે નહીં. આ માટે કંપનીઓએ અલગ કેટેગરી બનાવવી પડશે. FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે FSS એક્ટ 2006 હેઠળ ક્યાંય પણ હેલ્થ ડ્રિંકની વ્યાખ્યા કરવામાં આવી નથી. એનર્જી ડ્રિંક્સનો ઉપયોગ ફક્ત કાર્બોનેટેડ અને કાર્બોરેટેડ પાણી આધારિત પીણાં માટે જ થઈ શકે છે. પ્રોપરાઈટરી ફૂડ એવા ખાદ્ય પદાર્થ છે, જે ખાદ્ય સુરક્ષા અને માનક નિયમોના દાયરામાં નથી. આ કાર્યવાહીની મદદથી ગ્રાહકોને પ્રોડ્ક્ટ્સ અંગે કસ્ટમર્સને સાચી માહિતી આપી શકશે.