શોધખોળ કરો
Advertisement
Renaultની સસ્તી સબ-કૉમ્પેક્ટ એસયુવી Kigerનુ બુકિંગ શરૂ, કેટલા રૂપિયા આપીને કરી શકાય છે બુક ને કેવા છે ફિચર્સ, જાણો વિગતે
તમે આને માત્ર 10,000 રૂપિયાથી 20,000 રૂપિયા સુધીની ટૉકન મની આપીને પ્રી-ઓર્ડર કરી શકો છો. આ એસયુવીની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા હોઇ શકે છે
નવી દિલ્હીઃ ઓટો કંપની Renaultએ પોતાની પહેલી સબ-કૉમ્પેક્ટ એસયુવી Kigerનુ બુકિંગ શરૂ કરી દીધુ છે. આ એસયુવી માટે હાલ સિલેક્ટેડ રેનો ડીલર પર બુકિંગ શરૂ કરવામાં આવી છે. તમે આને માત્ર 10,000 રૂપિયાથી 20,000 રૂપિયા સુધીની ટૉકન મની આપીને પ્રી-ઓર્ડર કરી શકો છો. આ એસયુવીની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા હોઇ શકે છે. આનુ એન્જિં અને ફિચર્સ નિસાનની લેટેસ્ટ કાર મેગ્નાઇટથી મેચ થતા આવી શકે છે. જાણો કાર વિશે....
મળશે આ ફિચર્સ....
આ કારને મોટાભાગે સ્પોર્ટી લુક આપવાની કોશિશ કરવામાં આવી છે, અને આમાં શાનદાર ફ્રન્ટ બમ્પર, વાઇડ સેન્ટ્રલ એર ઇનટેક, શાર્ક ફિન એન્ટિના અને રૂફ માઉન્ટેડ સ્પૉઇલર આપવામાં આવ્યુ છે. લાઇટિંગ માટે આમાં LED પ્રૉજેક્ટર હેન્ડલેમ્પ, LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRLs) અને C શેપની LED ટેલલેમ્પ હોઇ શકે છે. કારના કેબિનમાં કેટલાય ખાસ ફિચર્સ આપવામાં આવ્યા છે. જેમાં બ્લેક આઉટ બી પિલર્સ, ORVM અને 16 ઇંચની એલૉય વ્હિલ જેવા ફિચર્સ સામેલ છે.
Renault Kigerનુ એન્જિન.....
Renault Kigerમાં તે એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે Nissan Magniteમાં વાપરવામાં આવ્યુ છે. કિગરના બે એન્જિન ઓપ્સનની સાથે લૉન્ચ કરવામાં આવી છે. જેમાં BS6 માપદંડોના હિસોબે આ કારમાં 1.0 લીટર પેટ્રૉલ એન્જિન, જે 71bhpનો પાવર અને 96Nmનો ટાર્ક આપશે. વળી, 1.0 લીટરનો ટર્બોચાર્જ્ડ પેટ્રૉલ એન્જિન હશે, જે 99bhpના પાવરની સાથે 160Nmનો ટોર્ક જનરેટ કરશે. એન્જિન 5 સ્પીડ મેન્યૂઅલ, ઓટોમેટિક અને CTV ગિયરબૉક્સની સાથે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement