શોધખોળ કરો

10000 ની SIP અને 8 કરોડનું ફંડ: રિટાયરમેન્ટ પ્લાનિંગનો આ સુપર ફોર્મ્યુલા તમને બનાવી દેશે કરોડપતિ

Retirement Plan: નિવૃત્તિ એ જીવનનો એક એવો તબક્કો છે જેમાં અગાઉથી આયોજનની જરૂર પડે છે. જો તમે હજુ સુધી આ આયોજન હાથ ધર્યું નથી, તો અમે તમને થોડી મદદ કરવા માટે તૈયાર છીએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નિવૃત્તિ આયોજન માટે વહેલું રોકાણ શરૂ કરવું જરૂરી છે.
  • મહિને 10,000 રૂપિયા SIP થી 30 વર્ષમાં 3 કરોડ થશે.
  • SIP માં વાર્ષિક 10% વધારો કરવાથી 8 કરોડ સુધી પહોંચી શકે.
  • ફુગાવાને ધ્યાનમાં રાખી 8-9 કરોડ રૂપિયાનું ભંડોળ જરૂરી છે.

Retirement Plan: વર્ષોની સર્વિસ કે નોકરી પછી લોકો નિવૃત્ત થાય છે, આ એ સમય છે જ્યારે ઘરે આરામ કરવામાં આવે છે. પરંતુ આ દરમિયાન કમાણીનું કોઈ સાધન હોતું નથી, જે ચિંતાનો વિષય છે. આ માટે જ નિવૃત્તિનું આયોજન સર્વિસમાં હોવા દરમિયાન જ કરવામાં આવે છે. જો તમે અત્યાર સુધી તમારા રિટાયરમેન્ટ માટે કોઈ પ્લાનિંગ નથી કર્યું, તો તમારે હવે તેના વિશે જલ્દી વિચારવું જોઈએ. અહીં અમે તમને જણાવીએ છીએ કે તમે કઈ રીતે તમારા રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરો અને કેવી રીતે પૈસા બચાવો.

રિટાયરમેન્ટ માટે અત્યારથી જ કરો રોકાણ

આજના સમયમાં રોકાણ કરવું અત્યંત જરૂરી છે. સમયસર રોકાણ કરવાથી તમે તમારા રિટાયરમેન્ટ માટે સારું એવું ભંડોળ એકઠું કરી શકો છો. જો તમે તમારા પગારમાંથી દર મહિને 10,000 રૂપિયા બચત તરીકે SIP (Systematic Investment Plan) દ્વારા સેવ કરો છો, તો તમને રિટાયરમેન્ટ પછી સારા એવા પૈસા મળશે. આ વિશે ખુદ નિષ્ણાતો હેમંત રસ્તોગી અને વિશ્વજીત પરાશરે ઝી બિઝનેસ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

નાની રકમથી કરો શરૂઆત

ઘણા લોકો રિટાયરમેન્ટના પ્લાનિંગમાં ખૂબ મોડું કરી દે છે. નાની-નાની જરૂરિયાતો પૂરી કરવામાં પોતાના પૈસા ખર્ચી નાખે છે અને ભવિષ્યની કોઈ પરવા પણ કરતા નથી. હેમંત રસ્તોગીનું આ વિશે કહેવું છે કે રિટાયરમેન્ટ જીવનનું એક ખૂબ જ મહત્વપૂર્ણ લક્ષ્ય છે, પરંતુ લોકો ઘણીવાર તેમાં સમાધાન કરી લે છે. તેમણે સલાહ આપી કે રોકાણકારોએ વહેલી શરૂઆત કરવી જોઈએ અને એક સ્પષ્ટ યોજના બનાવવી જોઈએ, ભલે શરૂઆતમાં રોકાણની રકમ નાની કેમ ન હોય.

ભવિષ્ય માટે જરૂરી છે 8-9 કરોડ

જ્યારે વિશ્વજીત પરાશરનું કહેવું છે કે લોકો રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરતી વખતે ઘણીવાર મોંઘવારીને નજરઅંદાજ કરે છે. તેમણે સમજાવ્યું કે આજનો 50,000 રૂપિયા મહિનાનો ખર્ચ આવનારા 10, 20 કે 30 વર્ષમાં હજુ પણ વધી શકે છે. આવા સમયમાં, રિટાયરમેન્ટ પછી પણ એ જ લાઈફસ્ટાઈલ જાળવી રાખવા માટે આશરે 8 થી 9 કરોડ રૂપિયાનું ફંડ જોઈ શકે છે.

10,000 નું રોકાણ કરો SIP માં

નિષ્ણાતોએ જણાવ્યું કે નિયમિત રોકાણ કરવું અત્યંત ફાયદાકારક હોય છે. જેમ કે જો તમે દર મહિને 10,000 રૂપિયાની SIP કરો છો, અને તેનાથી તમને 30 વર્ષ સુધી વાર્ષિક 12 ટકા રિટર્ન મળે છે, તો આ રકમ આશરે 3 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જો તમે દર વર્ષે તમારી SIP માં 10 ટકાનો વધારો (Step-up) કરો છો તો આ ફંડ વધીને લગભગ 8 કરોડ રૂપિયા થઈ શકે છે.

આમ, જો તમે નિષ્ણાતોની વાત માનો તો 30 થી 35 વર્ષમાં તમારા રિટાયરમેન્ટ માટે સારી એવી રકમ જોડી શકો છો. સ્પષ્ટપણે કહીએ તો, યોગ્ય વ્યૂહરચના અને યોગ્ય સમયગાળા માટે કરવામાં આવેલું રોકાણ તમારા ભવિષ્યને સુરક્ષિત રાખશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Embed widget