શોધખોળ કરો

રિલાયન્સના પડશે ભાગલા! શેરધારકોને મળશે મોટી ભેટ, જાણો શું છે મુકેશ અંબાણીની યોજના

એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી શકે છે.

Reliance Industries Demerger: દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો અને લેણદારોએ નાણાકીય સેવાઓનો વ્યવસાય ધરાવતી કંપની, રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સના ડિમર્જરને મંજૂરી આપી છે. આ નાણાકીય કંપનીનું નામ Jio Financial Services Limited હશે. ડિમર્જરની તરફેણમાં 100% મત પડ્યા છે. અને હવે આ સાથે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગનો રસ્તો પણ સાફ થઈ ગયો છે.

પરંતુ આ ડિમર્જરને કારણે સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોને થશે. તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના દરેક શેર માટે Jio ફાયનાન્સિયલ સર્વિસનો એક શેર ફાળવવામાં આવશે. પીઢ બેન્કર કે.વી. કામથ ડિમર્જર પછી નવા NTTના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઓક્ટોબર 2022 માં પરિણામોની જાહેરાત સાથે નાણાકીય સેવાઓ સંબંધિત કંપનીના વિભાજનની જાહેરાત કરી હતી. નવી કંપની BSE અને NSE પર લિસ્ટ થશે.

એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દિવાળી પહેલા ઓક્ટોબર મહિનામાં જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી શકે છે. જો કે, આ પ્રક્રિયા પૂર્ણ કરતા પહેલા નિયમનકારની મંજૂરીની જરૂર પડશે. બ્રોકરેજ હાઉસ આ ડિમર્જરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જેફરીઝના જણાવ્યા અનુસાર, Jio ફાઇનાન્શિયલ સર્વિસિસની નેટવર્થ રૂ. 28,000 કરોડ છે, તેમજ કંપની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 6.1 ટકા હિસ્સો છે, જેનું મૂલ્ય રૂ. 96,000 કરોડથી વધુ છે. જેપી મોર્ગને તેની એક નોંધમાં કહ્યું હતું કે ડિજિટલ અને રિટેલ સેક્ટરમાં રિલાયન્સની મજબૂતાઈથી Jio ફાઈનાન્સિયલ સર્વિસિસને ઘણો ફાયદો થશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીના ડિમર્જરને મંજૂરી મળ્યા બાદ ગુરુવારે રિલાયન્સના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. રિલાયન્સનો શેર રૂ. 28 અથવા 1.16 ટકાના વધારા સાથે રૂ. 2447 પર બંધ થયો છે.

નાણાકીય ક્ષેત્રમાં રિલાયન્સની એન્ટ્રી સાથે, ખાસ કરીને Paytm અને બજાજ ફાઇનાન્સને સખત સ્પર્ધા મળી શકે છે. પાછલા નાણાકીય વર્ષમાં, રિલાયન્સના ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ અને આરએસઆઇએલની આવક રૂ. 1535.6 કરોડ અને સંયુક્ત એસેટ બેઝ રૂ. 27,964 કરોડ હતી. રિલાયન્સે માર્ચમાં શેરબજારોને જણાવ્યું હતું કે NCLTએ તેની યોજનાને મંજૂરી આપી દીધી છે. નાણાકીય સેવાઓને અલગ કરવાની જાહેરાત કરતા, મુકેશ અંબાણીએ ગયા વર્ષે કહ્યું હતું કે Jio Financial એ ટેક્નોલોજી આધારિત બિઝનેસ હશે. રિલાયન્સના કન્ઝ્યુમર બિઝનેસની સમગ્ર ભારતમાં હાજરી છે અને તે નાણાકીય ઉત્પાદનોને ડિજિટલી પહોંચાડવા માટે તેનો લાભ લેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget