શોધખોળ કરો
Advertisement
RBIના આ નિર્ણયથી સસ્તી થઈ શકે છે હોમ લોન, જાણો શું છે નવા ફેરફાર
આ નિર્ણયથી ગ્રાહકો માટે લોનની ઉપલબ્ધતા વધશે અને તેના માટે લોન સસ્તી થશે.
નવી દિલ્હીઃ રિયલ એસ્ટેટ અને રિટેલ સેગમેન્ટને બચાવવા માટે આરબીઆઈએ રિસ્ટ વેઈટમાં છૂટછાટ આપી છે. આ કોઈ ગ્રાહકને આપવામાં આવેલ લોનના બદલામાં અલગથી રાખવામાં આવેલ મૂડી છે. તેની સાથે જ રિટેલ અને નાની કારોબારી લોનની મર્યાદા પણ વધારવામાં આવ્યા છે. આરબીઆઈના આ નિર્ણયથી હોમ લોન સસ્તી થઈ શકે છે.
હાલના નિયમ અનુસાર અલગ અલગ હોમ લોન પર અલગ અલગ રિસ્ટ વેઈટ હોય છે. આ જોખમોને જોતા બેંકોએ વધારે જોગવાઈ કરવી પડતી હોય છે. તેનાથી બેંકોની લોન આપવાની ક્ષમતા મર્યાદિત થઈ જાય છે.
ગ્રાહકો માટે લોનની ઉપલબ્ધતા વધશે
આ નિર્ણયથી ગ્રાહકો માટે લોનની ઉપલબ્ધતા વધશે અને તેના માટે લોન સસ્તી થશે. તેની જાહેરાતથી બેંક ઘર ખરીદનારાઓને વધારે લોન આપવા માટે પ્રોત્સાહિત થશે. તેના માટે બેંકે પોતાની બેલેન્સશીટ પર દબાણ વિશે વધારે ચિંતા નહીં કરવી પડશે. હાલમાં આ પડકારજનક સમયમાં જોખને કારણે બેંક લોન આપવાથી બચી રહી છે. તેનું કારણ એ છે કે આ મહામારીની વચ્ચે ખરીદદારો પર આર્થિક દબાણ છે.
રોજગારી વધારવામાં મદદગાર સાબિત થશે આ નિર્ણય
રિયલ એસ્ટેટ સેક્ટર છેલ્લાં ઘણાં વર્ષોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. પરંતુ કોરોનાને કારણે આવેલ આર્થિક સંકટને તેને વધારે નબળો બનાવી દીધો છે. જોકે રિયલ એસ્ટેટ સેક્ટર મોટાપાયે રોજગારી આપે છે. માટે આરબીઆઈએ લોન સસ્તી કરવાની દિશામાં નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion