શોધખોળ કરો
ટૂંક સમયમાં માર્કેટમાં આવશે 1 રૂપિયાની નવી નોટ, જાણો ડિઝાઈન અને રંગ કેવો હશે
એક રૂપિયાની નવી નોટ પર નંબરિંગ કાળા રંગમાં નીચેથી જમણી તરફ હશે અને ન્યૂમરલ્સની સાઈઝ ડાબેથી વધતા આકારમાં હશે.
![ટૂંક સમયમાં માર્કેટમાં આવશે 1 રૂપિયાની નવી નોટ, જાણો ડિઝાઈન અને રંગ કેવો હશે rs 1 new note will be in circulation soon as narendra modi government issues gazette notification ટૂંક સમયમાં માર્કેટમાં આવશે 1 રૂપિયાની નવી નોટ, જાણો ડિઝાઈન અને રંગ કેવો હશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/11135747/1-note.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે એક રૂપિયાની નવી નોટના છાપકામ સાથે જોડાયેલ ગેજેટ નોટિફિકેશન જારી કર્યું છે. સરકાર તરફથી જારી ગજેટ નોટિફિકેશનમાં એક રૂપિયાની નવી નોટનો રંગ, માન્ય વજન અને ડિઝાઈન વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. અંગ્રેજી અખબાર ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી નોટ 9.7 x 6.3 સેમીની સાઈઝની હશે. નવી નોટ પર ‘ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા’થી ઉપર ‘ભારત સરકાર’ લખેલ હશે.
આ નોટ પર નાણાં સચિવ અતનુ ચક્રવર્તીના સિગ્નેચર હશે. તેમના આ સિગ્નેચર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં હશે. આ નોટ પર એક રુપિયા 2020 સિરીઝના રુપિયાના સિક્કાના રેપ્લિકા પણ છપાયેલ હશે. જેના પર ‘સત્યમેવ જયતે’ લખલે હશે. સાથે નંબરિંગ પેનલ પર ‘L’પણ લખેલો હશે.
એક રૂપિયાની નવી નોટ પર નંબરિંગ કાળા રંગમાં નીચેથી જમણી તરફ હશે અને ન્યૂમરલ્સની સાઈઝ ડાબેથી વધતા આકારમાં હશે. પહેલા ત્રણ આલ્ફાન્યૂમેરિક નંબરનો આકાર સમાન હશે.
નોટની પાછળની બાજુ ‘Government of India’ની ઉપર ‘ભારત સરકાર’ લખેલું હશે. સાથે જ વર્ષ 2020 અને ‘₹’નો સિમ્બોલ હશે.
સાથે નોટ પર 'Sagar Samrat'નું ચિત્ર પણ હશે, જે દેશની ઓઇલ એક્સપ્લોરેશનને દર્શાવશે. આ નોટનો રંગ મુખ્ય રીતે ગુલાબી અને લીલો હશે. જોકે તેની ઉપક કેટલાક અન્ય રંગોનો પણ ઉપયોગ કરાશે. એક રુપિયાની નોટની સાઇઝ 9.7 x 6.3 સેમી હશે. 1 રુપિયાની નવી નોટ પર મલ્ટી ટોન પર અશોક પિલરનો વોટરમાર્ક છે. જમણી તરફ ઉપરથી નીચે તરફ ભારત લખેલું હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)