શોધખોળ કરો

Rupee vs Dollar: ડૉલર સામે રૂપિયો સૌથી નીચા સ્તરે, TMCનો PM મોદીને સવાલ- 'શું આગામી ટાર્ગેટ સેન્ચુરી છે?'

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સ્વીકાર્યું હતું કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે.

Rupee vs Dollar: મંગળવારના રોજ શરૂઆતના વેપારમાં ડૉલર સામે રૂપિયો 80.05 રૂપિયા પ્રતિ ડૉલર (Dollar) ના તેના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. આ માહિતી સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર આક્રમક બની છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો અને પૂછ્યું, 'તમારું આગામી લક્ષ્ય શું છે? એક સેન્ચુરી'

TMCએ ટ્વીટ કર્યું, “રૂપિયો પ્રથમ વખત યુએસ ડોલર દીઠ 80 પર પહોંચ્યો! 'તમારું આગળનું લક્ષ્ય શું છે? એક સેન્ચુરી'. TMCએ કહ્યું, “ભાજપના અમૃત કાળમાં દેશને દરરોજ ઘણું નુકસાન થઈ રહ્યું છે. રૂપિયા અને મોદી વચ્ચે સ્પર્ધા છે કે કોણ વધુ ઘટશે!”

ઇન્ટર-બેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 80 પર ખૂલ્યો હતો પરંતુ થોડા જ સમયમાં 80.05ના સ્તરે આવી ગયો હતો. આ અગાઉના બંધ ભાવની સરખામણીમાં સાત પૈસાની નબળાઈ દર્શાવે છે. સોમવારે રૂપિયો પહેલીવાર 80ના સ્તરને સ્પર્શ્યા બાદ 79.98 પર બંધ થયો હતો.

નાણામંત્રીએ રૂપિયામાં ઘટાડાની વાત સ્વીકારી

તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સ્વીકાર્યું હતું કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. તેમણે આ ઘટાડાનું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ભારતીય સ્ટોક એક્સચેન્જોમાંથી મૂડીનો પ્રવાહ જેવા વૈશ્વિક પરિબળોને આભારી છે.

રૂપિયામાં કેમ થઈ રહ્યું છે ધોવાણ

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાતાં તથા ઘરઆંગણે વિદેશી ફંડોનો આઉટફલો વધતાં રૂપિયા પર  દબાણ વધ્યું હતું. વિદેશી ફંડમાં વેચવાલી નીકળી હોવાથી રૂપિયો ઐતિહાસિક સપાટીએ ગગડયો હતો. ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજો મોંઘી  બનશે અને ફુગાવો તથા મોંઘવારી વધુ વેગ પકડશે એવી ભીતિ  નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.

લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં નાણામંત્રી સીતારમણે રૂપિયો ગગડયો તેના બચાવમાં જણાવ્યું કે ડોલરની સામે રૂપિયાની તુલનાએ બ્રિટિશ પાઉન્ડ, જાપાની યેન અને યૂરો વધુ ગગડયા છે. તેમણે તો એવો ય દાવો કર્યો હતો કે આ વિદેશી કરન્સીની સરખામણીએ 2022માં રૂપિયો વધારે મજબૂત બન્યો છે.

આ વર્ષે ડોલર સામે રૂપિયો કેટલો ગગડ્યો

નાણામંત્રીએ એક્સપોર્ટ માર્કેટ માટે આ સ્થિતિને લાભકારી ગણાવીને કહ્યું હતું કે રૂપિયો ડોલર સામે નબળો પડયો છે તેનાથી નિકાસ બજારમાં ભારતની પ્રતિસ્પર્ધા ક્ષમતા વધશે. આરબીઆઈ સતત ફોરેન એક્સચેન્જ પર નજર રાખે છે. વધારે ચડાવ-ઉતાર થાય તો હસ્તક્ષેપ પણ કરે છે. ભારતે થોડા સમય પહેલાં જ ઈન્ટરેસ્ટ રેટ વધાર્યો હોવાથી રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ માટે રૂપિયો રાખવો વધારે આકર્ષક બન્યું છે. નિષ્ણાતોના મતે ડોલર સામે રૂપિયો વધારે નબળો પડી શકે છે. આ વર્ષે ડોલર સામે રૂપિયો છ ટકાથી વધુ ગગડી ચૂક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget