શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશની કઈ ટોચની બેંકે 5 મિનિટમાં લોન આપવાનો મેસેજ આવે તો શું કરવું તેની આપી ચેતવણી, જાણો મહત્વની વિગત
બેંકે કહ્યું કે, SBI અથવા અન્ય કોઈ બેંક જેવી દેખાતી લિંક પર તમારી માહિતી શેર કરશો નહીં.
નવી દિલ્હીઃ જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ છે તો ખાસ સાવધાન થઈ જવાની જરૂર છે. કેટલાક લેભાગુ તત્વો દ્વારા મેસેજ મોકલીને 5 મિનિટમાં લોન આપવાની લાલચ આપવામાં આવે છે. મેસેજની સાથે એક લિંક પણ મોકલવામાં આવે છે. જો તમે આ લિંક પર ક્લિક કરો અને માંગવામાં આવતી વિગતો આપો તો ખાતું ખાલી થઈ શકે છે.
જેને લઈ બેંક દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. એસબીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરીને લખ્યું ફેક લિંક પર ક્લિક ન કરો. આ બેંકની આડમાં થતો ફ્રોડ હોઈ શકે છે અને તમારું ખાતું ખાલી થઈ શકે છે.
SBIએ કહ્યું છે કે 'ફેક ઇન્સ્ટન્ટ લોન એપ્સથી સાવધ રહો'. કૃપા કરીને અનઓફિશિયલ લિંક પર ક્લિક કરશો નહીં. બેંકે કહ્યું કે, SBI અથવા અન્ય કોઈ બેંક જેવી દેખાતી લિંક પર તમારી માહિતી શેર કરશો નહીં. એસબીઆઈ તેના ગ્રાહકોને સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઇન છેતરપિંડી વિશે અલર્ટ કરતી રહી છે.
થોડા દિવસો પહેલાં બેંકે લોકોને વ્હોટ્સએપ કોલ અથવા મેસેજીસથી સાવચેત રહેવા જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion