શોધખોળ કરો
Advertisement
SBIએ ATMના નિયમોમાં કર્યા ધરખમ ફેરફાર, ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર ભરવો પડશે દંડ
એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ અનુસાર, ખાતામાં પૂરતી રકમ ન હોવા પર જો એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો એસબીઆઈના ગ્રાહકોએ દંડ ભરવો પડશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યા છે. એસબીઆઈ ગ્રાહકોના ખાતામાં પૂરતી રકમ ન હોવાને કારણે જો ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો દંડ ભરવો પડશે.
નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર દંડ
- એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ અનુસાર, ખાતામાં પૂરતી રકમ ન હોવા પર જો એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો એસબીઆઈના ગ્રાહકોએ દંડ ભરવો પડશે.
- દંડની રકમ 20 રૂપિયા હશે ઉપરાંત જીએસટી વસુલવામાં આવશે.
- આ ઉપરાંત બેંક નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, માટે પણ ચાર્જ લેશે.
- SBIની વેબસાઇટ અનુસાર SBIના ડેબિટ કાર્ડહોલ્ડર્સને પોતાના એટીએમ ટ્રાન્ઝેક્શનની લિમિટ ખબર હોવી જોઈએ.
- ગ્રાહક નક્કી મર્યાદા કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરશે તો તેને વધારાનો ચાર્જ ચુકવવો પડશે.
- નક્કી મર્યાદાથી વધારે નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે 10થી 20 રૂપિયા ચાર્જ અને જીએસટી ચૂકવવો પડશે.
- SBIનું કહેવું છે કે ગ્રાહકોને બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમોની પૂરતી જાણકારી હોવી જોઈએ જેથી વધારાનો ચાર્જ ચુકવવાથી બચી શકાય.
- SBI બચત ખાતાધારકોની પાસે એક મહિનામાં 8 ફ્રી લેવડદેવડ કરવાની સુવિધા છે. તેમાં 5 SBI એટીએમ અને 3 અન્ય બેંકના એટીએમથી ટ્રાન્ઝેક્શન સામેલ છે.
- નોન મેટ્રો શહેરમાં 10 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે. તેમાં 5 લેવડદેવડ SBI પેટીએમથી કરી શકાય છે, જ્યારે 5 અન્ય બેંકોના એટીએમથી કરી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement