શોધખોળ કરો
Advertisement
SBIએ ફિક્સ્ડ ડિપૉઝિટના વ્યાજદરોમાં કર્યો ફેરફાર, નવા રેટ આજથી થશે લાગુ
નવા સુધારા બાદ એસબીઆઇ 7 દિવસોથી લઇને 45 દિવસોની એફડી પર 3.3%, 46 દિવસોથી 179 દિવસોની એફડી પર 4.3%, 180 દિવસોથી એક વર્ષની એફડી પર 4.8%નું વ્યાજ આપશે
નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ)એ ફિક્સ્ડ ડિપૉઝિટ પર મળનારા વ્યાજદરોમાં કાપ મુક્યો છે. બેન્કે ત્રણ વર્ષ સુધી એફડી માટે વ્યાજદરોમાં 0.20%નો ઘટાડો કર્યો છે, જ્યારે આનાથી 3-10 વર્ષની સમયમર્યાદા માટે વ્યાજદરોમાં કોઇ ફેરફાર નથી કર્યો. ફિક્સ્ડ ડિપૉઝિટના નવા રેટ આજથી લાગુ થઇ જશે.
નવા સુધારા બાદ એસબીઆઇ 7 દિવસોથી લઇને 45 દિવસોની એફડી પર 3.3%, 46 દિવસોથી 179 દિવસોની એફડી પર 4.3%, 180 દિવસોથી એક વર્ષની એફડી પર 4.8%નું વ્યાજ આપશે.
વળી, 1 વર્ષની સમયમર્યાદાની એફડી પર 5.5%નુ વ્યાજ મળશે. જોકે, 3 વર્ષથી લઇને 10 વર્ષ સુધીની એફડી પર 5.7% વ્યાજદર પહેલાના જેવો જ રહેશે, કેમકે બેન્કે આ સમયમર્યાદાની એફડીના વ્યાજદરમાં કોઇ ફેરફાર નથી કર્યો.
એસબીઆઇ સીનિયર સિટીઝન્સને એફડી પર સામાન્ય માણસોને 0.50% વધારે વ્યાજ દર ઓફર કરે છે. નવા સુધારા બાદ એસબીઆઇ 7 દિવસથી લઇને 45 દિવસની એફડી પર 3.8%, 46 દિવસથી 179 દિવસની એફડી પર 4.8%, 180 દિવસથી એક વર્ષની એફડી પર 5.3% નું વ્યાજદર આપશે. વળી, 1 વર્ષથી 3 વર્ષના સમયગાળા પર એફડી પર 6%નુ વ્યાજદર મળશે.
આ ઉપરાંત એસબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે, ભારતીય સ્ટેટ બેન્ક YONO પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકોને કોઇપણ પ્રકારની ઇમર્જન્સી લૉન નથી આપી રહ્યું. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા વાયરલ થયેલા મેસેજમાં યોનો માધ્યમથી લૉન આપવાની વાત વાયરલ થઇ હતી, જેને બેન્કે અફવા ગણાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion