ફેસ્ટીવલ સિઝન પહેલા SBI હોમ, કાર,પર્સનલ લોન પર આપી રહ્યું છે શાનદાર ઓફર, જાણો સમગ્ર વિગત
એસબીઆઇએ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન પર નવી ઓફર આપી રહ્યું છે. એસબીઆઇએ આ ઓફર ફેસ્ટિવલ સિઝન પહેલા ગ્રાહકોના લાભાર્થે શરૂ કરી છે.
SBI Festival offer:એસબીઆઇએ હોમ લોન, કાર લોન, પર્સનલ લોન પર નવી ઓફર આપી રહ્યું છે. એસબીઆઇએ આ ઓફર ફેસ્ટિવલ સિઝન પહેલા ગ્રાહકોના લાભાર્થે શરૂ કરી છે.
ફેસ્ટીવલ સિઝન પહેલા એસબીઆઇએ તેમના ગ્રાહકોના લાભાર્થે અનેક નવી સ્કિમની જાહેરાત કરી છે. લોન પર નવી ઓફરની ઘોષણા એસબીઆઇએ તેમના ઓફિશ્યલ ટવિટર અકાઉન્ટ પર કરી છે. જે ગ્રાહકો તે એસબીઆઇની ઓફિશ્યલ વેબસાઇટ પર આ મુદ્દે વિસ્તારથી માહિતી મેળવી શકે છે.
SBIએ કર્યું ટવિટ
એસબીઆઇએ તેમના ઓફિશ્યલ ટવિટર હેન્ડલ દ્વારા ટવિટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, એસબીઆઇ કાર લોન, પર્સનલ લોન પર ફેસ્ટીવલ સિઝન પહેલા વિશેષ ઓફર આપીને તેની શરૂઆત કરી રહ્યું છે. તેના માટે અત્યારે sbiyono.sbi પર અપ્લાય કરો.
આ ફેસ્ટીવલ સિઝન પર એસબીઆઇએ બેન્કે એક ટવીટ કરીને હોમલોનના લાભ વિશે જાણકારી આપી છે. આ ઓફરની જાણકારી આપતાં એસબીઆઇએ કહ્યું કે, “ આ ફેસ્ટિવલની શરૂઆત હોમ લોન સાથે કરો. યોનો અને એસબીઆઇ પર રોમાંચક ઓફરનો આનંદ લો. વધુ જાણકારી મેળવવા માટે homeloans.sbi જાવ.
લોન રકમ પર 6.7% પર ક્રેડિટ સ્કોર લિક્ડ હોમ લોનની ઓફર આપી રહ્યું છે. આ પહેલા 75 લાખથી વધુના હોમ લોન પર વ્યાજ દર 7.15 હતુ. બેન્કે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ પ્રસ્તાવ પ્રાત્ર ગ્રાહકોના ઋણથી 45 આઘાર અંક (1% = 100 બીપીએસ) ઓછું કરશે.આપને જણાવી દઇએ કે આ ફેસ્ટીવલ સિઝન પહેલા એસબીઆઇ સિવાય અન્ય પણ સરકારી અને પ્રાઇવેટ બેન્ક અનેક આકર્ષક ઓફર આપી રહ્યું છે.
અદાણી નહીં પણ આ કંપનીએ આપ્યું સૌથી વધુ વળતર
ચાલુ વર્ષે સાત કંપનીએ 200 ટકાથી વધારે વળતર આપ્યું છે. આ કંપનીઓમાં ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ, આર એન્ડ બી ડેનિમ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ, પીજી ફોઈલ્સ લિમિટેડ અને ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ સામેલ છે. 1 જાન્યુઆરીના રોજ ગણેશ હાઉસિંગના શેરની કિંમત 31.50 રૂપિયા હતી. જે 24 સપ્ટેમ્બરના રોજ 162.60 પર પહોંચી છે. આમ એક જ વર્ષમાં કંપનીએ 416 ટકાળનું વળતર આપ્યું છે. બીજા ક્રમે રહેલી આર એન્ડ બી ડેનિમના શરનો ભાવ 1 જાન્યુઆરીના રોજ 35.9 રૂપિયા હતો, જે 24 સપ્ટેમ્બરે 143.40 પર પહોંચ્યો છે, આમ કંપનીએ 305 ટકાનું વળતર આપ્યું છે.