SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
New Credit Card Rules: SBI, ICICI અને અન્ય બેંકના ક્રેડિટ કાર્ડને લઈને RBIએ નવા ફ્રેમવર્કની જાહેરાત કરી છે, જે 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યું છે.
Credit Card Update: 1 નવેમ્બરથી ઘણાં ફેરફારો થયા છે જેમાં SBI અને ICICI ક્રેડિટ કાર્ડ અપડેટથી લઈને IRCTC ટિકિટ બુકિંગ સુધી ઘણા અપડેટ કરવામાં આવ્યા છે. જ્યાં RBIએ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT) માટે એક નવું ફ્રેમવર્ક રજૂ કર્યું છે. આની સાથે ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગને લઈને પણ કેટલાક અપડેટ કર્યા છે. આની સાથે SBI અને ICICI બેંકે તેમના ક્રેડિટ કાર્ડને લઈને કેટલાક અપડેટ કર્યા છે.
SBI ક્રેડિટ કાર્ડ અપડેટ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સબસિડિયરી કંપની SBI કાર્ડે કેટલાક ખાસ અપડેટ કર્યા છે, જેના હેઠળ યુટિલિટી બિલ અને ફાઈનાન્સ ચાર્જ પર ફી વધારી દેવામાં આવી છે. 1 નવેમ્બરથી અનસિક્યોર્ડ SBI ક્રેડિટ કાર્ડ માટે ફી વધારીને 3.75% પ્રતિ મહિને કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 1 ડિસેમ્બર, 2024થી શરૂ થનારા બિલિંગ સાયકલ દરમિયાન 50,000 રૂપિયાથી વધુના યુટિલિટી પેમેન્ટ પર 1% ચાર્જ લગાવવામાં આવશે.
યુટિલિટી બિલ પેમેન્ટના નિયમો ઉપરાંત SBIએ ફાઇનાન્સ ચાર્જિસમાં પણ ફેરફાર કર્યો છે. શૌર્ય/ડિફેન્સ ક્રેડિટ કાર્ડ સિવાયના તમામ અસુરક્ષિત ક્રેડિટ કાર્ડના ફાઇનાન્સ ચાર્જિસમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 1 નવેમ્બરથી SBIના અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ્સ પર 3.75 ટકા ફાયનાન્સ ચાર્જ વસૂલવામાં આવશે.
ICICI બેંક ક્રેડિટ કાર્ડ
15 નવેમ્બર, 2024થી ICICI બેંક પણ તેના ફી ફ્રેમવર્ક અને ક્રેડિટ કાર્ડ રિવૉર્ડ પ્રોગ્રામને અપગ્રેડ કરી રહી છે. આના હેઠળ ઇન્શ્યોરન્સ, ગ્રોસરી ખરીદી, એરપોર્ટ લાઉન્જ એક્સેસ, ફ્યુઅલ સરચાર્જને લઈને પણ કેટલાક અપડેટ કરવામાં આવ્યા છે.
આ ફેરફારોમાં સ્પા બેનિફિટ્સને દૂર કરવા, 100,000 રૂપિયાથી વધુ ખર્ચ કરવા પર ફ્યુઅલ સરચાર્જ ડિસ્કાઉન્ટ બંધ કરવું, સરકારી ટ્રાન્ઝેક્શન માટે કોઈ રિવૉર્ડ પોઈન્ટ નહીં મળવા, એન્યુઅલ ફી માટે નવી લિમિટ, શિક્ષણ માટે થર્ડ પાર્ટી સર્વિસથી કરેલા પેમેન્ટ પર 1% ચાર્જ અને લેટ પેમેન્ટ પૉલિસીને લઈને પણ કેટલાક અપડેટ કરવામાં આવ્યા છે.
RBI ડોમેસ્ટિક મની ટ્રાન્સફર
ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT)ને લઈને પણ કેટલાક અપડેટ કરવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે RBIએ જુલાઈ 2024માં એક સર્ક્યુલર જારી કર્યું હતું, જેમાં તેણે બેંકિંગ આઉટલેટ્સમાં વધારો, પેમેન્ટ સિસ્ટમમાં પ્રગતિ અને KYC પ્રોસેસમાં સુધારો કરશે. આ ડેવલપમેન્ટ યુઝરને ફંડ ટ્રાન્સફર કરવા માટે ઘણા ડિજિટલ ઓપ્શન્સમાંથી પસંદ કરવાનો વિકલ્પ આપે છે.