SBI New Rules: એક જુલાઈથી બદલાઈ જશે એસબીઆઈના આ નિયમ, ગ્રાહકોના ગજવા પર પડશે આ અસર
ઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ઉપરાંત ચેક બુકના મામલે પણ એક જુલાઈથી નવા સર્વિસ ચાર્જ લાગુ પડશે.
![SBI New Rules: એક જુલાઈથી બદલાઈ જશે એસબીઆઈના આ નિયમ, ગ્રાહકોના ગજવા પર પડશે આ અસર sbi new rules atm cash withdrawal cheque book rules to change from 1st july will effect customers SBI New Rules: એક જુલાઈથી બદલાઈ જશે એસબીઆઈના આ નિયમ, ગ્રાહકોના ગજવા પર પડશે આ અસર](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2018/01/31175941/sbi1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. એસબીઆઈઆ પોતોના ગ્રાહકો માટે ઉપલબ્ધ બેન્કિંગ સેવાઓના નિયમોમાં એક જુલાઈ 2021થી કેટલાક મોટા ફેરફાર કરવા જઈ રહી છે. એસબીઆઈના આ નવા નિયમો અંતર્ગત હવે ગ્રાહકો ચાર વખત જ એટીએમ અને બેંકની કોઈપણ બ્રાન્ચથી સર્વિસ ચાર્જ વગર લેવડ દેવડ કરી શકશે. ઉપરાતં જો કોઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ઉપરાંત ચેક બુકના મામલે પણ એક જુલાઈથી નવા સર્વિસ ચાર્જ લાગુ પડશે.
એસબીઆઈના નવા નિયમ બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ ગ્રાહકો માટે છે. BSBDને ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ પણ કહેવામાં આવે છે અને ગ્રાહકોએ તેમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂરત નથી પડતી. દેશમાં ગરીબ વર્ગોને બચત માચે પ્રોત્સાહિત કરવા માટે કોઈપણ ચાર્જ વગર આ એકાઉન્ટ ખોલવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
શું છે એટીએમ અને બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડવાનો નવો નિયમ
એસબીઆઈ અનુસાર BSBD એકાઉન્ટ હોય તોવા ગ્રાહકો બ્રાન્ચ અને એટીએમમાંથી હવે માત્ર મર્યાદિત સંખ્યા એટલે કે ચાર વખત જ કોઈપણ સર્વિસ ચર્જ વગર રૂપિયા ઉપાડી શકશે. ત્યાર બાદ જો કોઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જ દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા ઉપરાંત જીએસટી હશે. આ નિયમ એક જુલાઈ 2021થી લાગુ થસે. એસબીઆઈ ઉપરાંત કોઈપણ અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પર પણ આ નિયમ લાગુ થશે.
ચેક બુકને લઈને આ છે એસબીઆઈનો નવો નિયમ
એસબીઆઈએ એક જુલાઈ 2021થી BSBD એકાઉન્ટ હોય તેવા ગ્રાહકો માટે ચેકબુકનો ઉપયોગ મર્યાદિત કરતા નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે એક નાણાંકીય વર્ષમાં ગ્રાહક કોઈપણ સર્વિસ ચાર્જ વગર માત્ર 10 પેજની જ ચેકબુકનો ઉપયોગ કરી શકશે. ત્યાર બાદ હવે 10 પેચની ચેકબુક માટે ગ્રાહકોએ 40 પ્લસ જીએસટીનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે 25 પેજની ચેકબુક જોઈતી હશે તો 75 રૂપિયા પ્લસ જીએસટી આપવો પડશે. ઉપરાંત જો કોઈ ગ્રાહક ઇમરજન્સીમાં 10 પેજની ચેકબુક માગે તો તેને 50 રૂપિયા પ્લસ જીએસટી ચૂકવવો પડશે. જોકે વરિષ્ઠ નાગરિકોને આ નિયમમાં છૂટ આપવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)