શોધખોળ કરો
Advertisement
SBIએ ગ્રાહકોને કહ્યું- એલન મસ્કના દીકરાના નામની જેમ પાસવર્ડ યુનિક રાખો
દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એલન મસ્કના દીકરાના નામથી યુઝર્સને મોટો સંદેશ આપ્યો છે
નવી દિલ્હીઃ ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ એલન મસ્ક અને તેમનો નવજાત દિકરો હાલમાં ચર્ચામાં છે. એલન મસ્કે પોતાના દીકરાનું નામ X Æ A-12 Musk રાખ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ યુનિક નામને લઇને આશ્વર્ય વ્યક્ત કર્યું હતું. દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ આ નામથી યુઝર્સને મોટો સંદેશ આપ્યો છે.
એસબીઆઇએ એક ટ્વિટ મારફતે પોતાના ગ્રાહકોને આ નામની જેમ ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ પણ યુનિક રાખવાની સલાહ આપી હતી. સાથે કહ્યુ કે, તે પરિવારના સભ્યનું નામ ના હોય કારણ કે તેનાથી તમારા એકાઉન્ટની સુરક્ષા ખતરામાં પડી શકે છે.
એસબીઆઇએ કહ્યુ કે, આપણે આપણો પાસવર્ડ મજબૂત અને બાળકનું નામ યુનિક પસંદ કરીએ છીએ. જેમાં એલન મસ્કના બાળકનું નામ X Æ A-12 Musk પાસવર્ડના રૂપમાં બતાવવામાં આવ્યું છે. બેન્કે કહ્યુ કે, પાસવર્ડ અપડેટ કરવા માટે તમને યાદ અપાવી દઇએ અને તે પોતાના પરિવારના સભ્યોનું નામ ના રાખો. નોંધનીય છે કે ટેસ્લા અને સ્પેસ એક્સના સીઇઓ એલન મસ્કે પોતાના દીકરાનું નામ ‘X Æ A-12’ રાખ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement